છત પર કન્સ્ટ્રક્શન કામ અને નીચે બેઠા છે મુસાફરો, સાબરમતી સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારી

સાબરમતી રેલવે સ્ટેશન પર સ્ટેશન અધિકારીઓ હાલ બેદરકારી દાખવી રહ્યા છે...પણ આ બેદરકારી કોઈ દિવસ ભારે પડી શકે તેમ છે...ત્યારે ક્યારે આ અધિકારીઓ આળસ ખંખેરીને સેફ્ટી માટે કંઈક કરે છે તે જોવાનું રહ્યું.

છત પર કન્સ્ટ્રક્શન કામ અને નીચે બેઠા છે મુસાફરો, સાબરમતી સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારી

સપના શર્મા, અમદાવાદઃ આસ્થાના મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. કરોડની સંખ્યામાં અત્યાર સુધી દેશભરના લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો રેલવે અને રોડ માર્ગે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્લી રેલવે સ્ટેશન પર તંત્રની લાપરવાહીને કારણે ભાગદોડ થઈ હતી જેમાં કેટલાક લોકો મોતને ભેટ્યા હતા...આ ઘટના પછી પણ તંત્ર કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી...અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ઘોર બેદરકારી જોવા મળી રહી છે...શું છે આ બેદરકારી?...જુઓ આ અહેવાલમાં....

આસ્થાના મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે કુંભને કારણે દિલ્લી રેલવે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ હતી...અને અચાનક ભાગદોડ થઈ અને તેમાં 18 લોકો મોતને ભેટ્યા....આ ઘટના તો તમને સારી રીતે યાદ જ હશે...આ ઘટનામાં બેદરકારી દિલ્લી રેલવે સ્ટેશનની હતી...રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસની લાપરવાહીને કારણે લોકો મોતને ભેટ્યા હતા...આ ઘટના પછી તપાસના આદેશ અપાયા...પરંતુ રેલવે તંત્ર કોઈ બોધપાઠ લેતું હોય તેમ લાગતું નથી...આ દ્રશ્યો અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનના છે...જ્યાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે...પરંતુ ક્યાં મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં નથી આવ્યું...કોઈ પણ બેરિકેટિંગ કરાયું નથી...જ્યાં કામ ચાલી રહ્યું છે તેની નીચેથી જ મુસાફરો નીકળી રહ્યા છે.

અમદાવાદના બે મોટા રેલવે સ્ટેશન જેમાં કાલુપુર અને સાબરમતીનો સમાવેશ થાય છે...કાલુપુર તો હાલ બંધ છે જેના કારણે મુસાફરનો ઘસારો સૌથી વધુ સાબરમતી રેલવે સ્ટેશન પર રહે છે...આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર રિનોવેશન ચાલી રહ્યું છે...છત પર શ્રમિકો કામ કરી રહ્યા છે...અને નીચે મુસાફરો બેઠા હોય છે...તો ટ્રેન આવે ત્યારે અનેક મુસાફર આ છત નીચેથી જ પસાર થાય છે...હવે ઉપરથી કોઈ ઓજાર નીચે પડ્યું કે પછી શ્રમિક નીચે પટકાય તો જવાબદારી કોની?...આખી છત નીચે ધરાશાયી થાય તો કેટલા મુસાફરો દબાઈ જાય?....

મોટી દુર્ઘટના ઘટી તો? 
સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ-7 પર રિનોવેશન ચાલી રહ્યું છે
છત પર શ્રમિકોની કામગીરી, નીચે મુસાફરો બેઠા હોય છે
ટ્રેન આવે ત્યારે અનેક મુસાફર આ છત નીચેથી જ પસાર થાય છે
ઉપરથી કોઈ ઓજાર નીચે પડ્યું કે શ્રમિક નીચે પટકાય તો?
આખી છત નીચે ધરાશાયી થાય તો કેટલા મુસાફરો દબાઈ જાય?

તંત્રને જાણે કોઈના જીવની કોઈ પડી હોય તેમ લાગતી નથી...અવાર નવાર રેલ અકસ્માતો થાય છે. રેલવે સ્ટેશન પર ભાગદોડ થાય છે...નિર્દોષ મુસાફર તંત્રની અણઆવડત અને બેદરકારીને કારણે મોતને ભેટે છે...છતાં પણ તંત્ર સુધરતું નથી...સાબરમતી રેલવે સ્ટેશન પર સ્ટેશન અધિકારીઓ હાલ બેદરકારી દાખવી રહ્યા છે...પણ આ બેદરકારી કોઈ દિવસ ભારે પડી શકે તેમ છે...ત્યારે ક્યારે આ અધિકારીઓ આળસ ખંખેરીને સેફ્ટી માટે કંઈક કરે છે તે જોવાનું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news