ખેતરના ઓરડામાં કોલ સેન્ટર, ડોલર કમાવા અમેરિકી નાગરિકો સાથે કરતા હતા છેતરપિંડી
સાણંદમાંથી એક ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાંથી અમેરિકી નાગરિકોને કોલ કરી તેની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના સાણંદમાંથી ઝપાયાયું છે એક અનોખું કોલ સેન્ટર. આ કોલ સેન્ટર કોઈ એસી ઓફિસની કેબીનમાં નહીં પરંતું એક ગામડામાં આવેલા ખેતરના ઓરડામાં ખાટલા પર બેસી ચલાવવામાં આવતું હતું. ત્યાંથી કોલ કરી અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં આવતા..ત્યારે કઈરીતે પોલીસના હાથે લાગ્યા આરોપીઓ અને શું હતી આખી ઘટના. તમે પણ જાણો ઘટના જોઈએ આ રિપોર્ટમાં...
સાણંદ પોલીસે અણદેજ ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓ તારીક સૈયદ અને અશફાક કાજીની ધરપકડ કરી છે. આરોપીઓ અમેરિકાના નાગરિકોને ઓછા વ્યાજે લોન આપવાની લાલંચ આપીને છેતરપિંડી કરતા હતા. હારુન વાઘેલા નામનો આરોપી તેના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપીઓ અમેરીકાના નાગરીકો પાસેથી અમેરીકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા એપલ તથા ગુગલ પ્લે ના કાર્ડથી અમેરીકન નાગરીકો પાસે ખરીદી કરાવતા.. સાણંદ પોલીસે કોલ સેન્ટર કેસમાં બે આરોપીની ધરપકડ કરીને લેપટોપ, રાઉટર, મોબાઈલ અને કાર સહિત 2.74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા છે. જે અગાઉ પણ બનાસકાંઠામાં પાલનપુરમાં ઝડપાયો હતો.. તેને અમેરિકાના નાગરિકોને ટાર્ગેટ કરવા 7 દિવસ પહેલા જ પોતાના ફાર્મ જ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. આરોપીઓ અમેરીકાના નાગરીકોને લોન ઓફર માટેના Advance America નામની કંપનીના નામે ઇ-મેઇલ મોકલતા હતા. જેમાં લોભામણી જાહેરાત આપતા હતા..જેથી લોનની જરૂરીયાત વાળા અમેરીકન નાગરીકો તેઓના ઇ-મેઇલમાં લખેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરતા હતા. આરોપીઓના મોબાઇલમાં ટોકાટોન તથા ગુગલ વોઇસ નામની એપ્લીકેશન મારફતે ફોન આવતા હતા. આરોપીઓ તેઓની સાથે વાતચીત કરી, તેઓને લોન આપવવાનો વિશ્વાસ અપાવી, તેમની પાસેથી પ્રોસેસીંગ ફી પેટે 100 થી 200 ડોલરની માંગણી કરી, તેઓને નજીકના વોલમાર્ટ સ્ટોર ઉપરથી એપલ કાર્ડ તથા ગુગલ પ્લે કાર્ડની ખરીદી કરાવતા હતા. ત્યાર બાદ તેનો કુપન નંબર મેળવી, તે કુપન નંબર ઉપર પ્રોસેસ કરી, આંગડીયા પેઢી મારફતે નાણાં મેળવી અમેરીકન નાગરીકો પાસેથી પૈસા પડાવતા હોવાનું ખુલ્યું છે..
હાલતો આ મામલે સાણંદ પોલીસે બોગસ કોલ સેન્ટર કેસમાં બન્ને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ પાસેથી અમેરિકાના નાગરિકોના ડેટા મળી આવ્યા છે. આરોપીઓએ કેટલા નાગરિકો પાસેથી ઠગાઈ કરી..અને ઠગાઈના નાણાં નું શુ કર્યું તેની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ફાર્મ હાઉસનો માલિક હારુન વાઘેલા ફરાર થઇ જતા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે