EXCLUSIVE: કોરોનાના કારણે દુનિયાભરમાં ઘટ્યું પ્રદૂષણ
ZEE 24 કલાક કોરોના વાયરસ સાથે જોડાયેલી વધુ એક EXCLUSIVE ખબર આપને બતાવી રહ્યું છે. નાસાએ જાહેર કરેલી સેટેલાઈટ ઈમેજ પ્રમાણે કોરોના વાયરસના કહેરને કારણે દુનિયાભરમાં હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીન સહિતના અનેક દેશોમાં હવામાં રહેલા નાઈટ્રોઝન ઓક્સાઈડના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. નાસાના કહેવા પ્રામાણે માનવ ગતિવિધીઓ ઘટવાને કારણે વાતાવરણમાં બદલાવ થયો છે અને હવામાં ઝેરનું પ્રમાણ ઘટ્યું છે.