અમેરિકાનું જબરદસ્ત લેટેસ્ટ હથિયાર, કરોડો ડોલર ખર્ચ કર્યા વગર દુશ્મનની મચાવી શકે તબાહી

સાઉથ ચાઈના સી (South china sea)ને ધરતીનો એ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં સૌથી વધુ તણાવ જોવા મળે છે. આ વિસ્તાર પર અનેક દેશોની નજર છે અને ક્યારેક અમેરિકા (America) તો ક્યારેક ચીન (China)  આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા હોય છે. આ વિસ્તારમાં દુનિયાના સૌથી મોટા નેવી કાફલાએ એક પ્રયોગ કર્યો છે જે કોઈ વોર્નિંગ સાઈનથી જરાય ઉતરતો નથી. 

અમેરિકાનું જબરદસ્ત લેટેસ્ટ હથિયાર, કરોડો ડોલર ખર્ચ કર્યા વગર દુશ્મનની મચાવી શકે તબાહી

નવી દિલ્હી: સાઉથ ચાઈના સી (South china sea)ને ધરતીનો એ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં સૌથી વધુ તણાવ જોવા મળે છે. આ વિસ્તાર પર અનેક દેશોની નજર છે અને ક્યારેક અમેરિકા (America) તો ક્યારેક ચીન (China)  આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા હોય છે. આ વિસ્તારમાં દુનિયાના સૌથી મોટા નેવી કાફલાએ એક પ્રયોગ કર્યો છે જે કોઈ વોર્નિંગ સાઈનથી જરાય ઉતરતો નથી. 

લેઝર ગનથી હવામાં વિમાન ઉડાવ્યું
અમેરિકી નેવી તરફથી એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં જંગી જહાજ પર તૈનાત લેઝર ગનથી હુમલો કરવામાં આવે છે અને હવામાં ઉડી રહેલા એક ડ્રોન પર સટીક નિશાન લગાવીને તેને તોડી પાડવામાં આવે છે. અમેરિકાના પેસિફિક ફ્લિટે આ પરિક્ષણ ચીનથી થોડાક કિલોમીટરના અંતરે પ્રશાંત મહાસાગરમાં કર્યું અને દુનિયાને દેખાડી દીધુ કે અમેરિકા પાસે એ હથિયાર છે કે જેથીથી તે માત્ર 1 ડોલર ખર્ચ કરીને કોઈ પણ એરક્રાફ્ટને હવામાં જ નષ્ટ કરી શકે છે. આ માટે તેણે કરોડો ખર્ચ કરવાની જરાય જરૂર નહીં પડે. 

અમેરિકી નેવીએ ચલાવી લેઝર ગન
અમેરિકી નેવીનો આ હાઈ એનર્જી લેઝર હથિયાર દુનિયામાં અત્યાર સુધી જોવા મળેલુ પોતાની રીતે એકમાત્ર હથિયાર છે જે નાનામાં નાના નિશાનને પણ સટિક ભેદી શકે છે. પછી ભલે તે દરિયામાં હોય કે પછી હવામાં હોય. કોરોના સંકટકાળમાં 16મી મેના રોજ તેનું પરિક્ષણ હાથ ધરાયું હતું. ટાઈમિંગ અને જગ્યા મુજબ અમેરિકાનો આ ટેસ્ટ ચીનને દબાણમાં લેવા માટે છે જે સ્પષ્ટ કરે છે કે અમેરિકા ચીનને પાઠ ભણાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. 

— U.S. Pacific Fleet (@USPacificFleet) May 22, 2020

અમેરિકી નેવીએ USS પોર્ટલેન્ડથી લેઝર હથિયારનું પરિક્ષણ કર્યું. આ હથિયારને સોલિડ સ્ટેટ લેઝર વેપન કહે છે. તેને અમેરિકના નેવી રિસર્ચ કાર્યાલયે બનાવ્યું છે. પહેલીવાર તેને નેવીના પેસિફિક ફ્લિટમાં સામેલ કરાયું છે. 

ચીને અમેરિકાને ધમકી આપી તો...
હાલમાં જ દક્ષિણ  ચીન સાગર અને તાઈવાન નજીક ચીન અને અમેરિકાના જંગી જહાજ આમને સામને આવી ગયા હતાં. એ જ રીતે ચીને અમેરિકાના સૌથી આધુનિક ડ્રોન વિમાન પી-8 પર લેઝર નિશાન તાંક્યું હતું.  જો કે આ નુકસાન કરે તેવો હુમલો ન હતો પરંતુ તેના જવાબમાં અમેરિકાએ પોતાની ચાલ ચલી અને પોતાનું જબરદસ્ત હથિયાર તેણે દુનિયા સામે લાવીને મૂકી દીધુ. જેનાથી કોઈ પણ નેવી કાફલાને ડરાવી શકાય છે. ચીન જો અમેરિકાને ધાક ધમકી આપે તો અમેરિકા પણ જણાવી દે છે કે યુદ્ધ થશે તો તે પીછેહટ કરવાનું નથી.

શું છે આ લેઝર હથિયારની ખાસિયત?
હવે અમે તમને આ હથિયારની ખાસિયત જણાવીએ છીએ. અમેરિકા પોતાના આ ખતરનાક હથિયારને પોતાના એ જંગી જહાજો પર તૈનાત કરી રહ્યું છે જે દક્ષિણ ચીન સાગરમાં નીગરાણી કરે છે. આ હથિયાર ડાઈરેક્ટેડ એનર્જી વેપનની શ્રેણીમાં છે. 

અમેરિકામાં ડાઈરેક્ટેડ એનર્જી વેપન પર કામ 1960માં શરૂ કરાયું હતું. તેની ખાસિયત એ છે કે તે પોતાની રેન્જમાં આવનારા ટાર્ગેટને ઉર્જાથી ઉડાવી દે છે. તેમાં લેઝર બીમ, માઈક્રોવેવ અને પાર્ટિકલ બીમ સામલે હોઈ શકે છે. અમેરિકાએ ડાઈરેક્ટેડ એનર્જી વેપનમાં નોન લીથલ હથિયાર જ બનાવ્યાં હતાં. ઈરાક વોરમાં અણેરિકાએ તેનાથી મોટા વિસ્તારમાં વીજળી ગુલ કરી હતી. દુનિયાના અનેક વિસ્તારોમાં ભીડ નિયંત્રણિત કરવામાં તેનો ઉપયોગ થાય છે. હવે અમેરિકાએ ડાઈરેક્ટેડ એનર્જી વેપનથી લીથલ હથિયાર પણ બનાવી લીધુ. 

તો હવે ડાઈરેક્ટેડ એનર્જી વેપન જવાનોને પણ ઉડાવી શકે છે. મિસાઈલોને હવામાં નષ્ટ કરી શકે છે. હેલિકોપ્ટરને નિશાન બનાવી શકે છે. અને મિલેટ્રી વાહનોને તબાહ કરી શકે છે.  

આ એ જ લેઝર હથિયાર છે જે સમય આવ્યે ચીનનો શિકાર કરશે. તેમાં લાગેલા રેડિયો ફ્રિક્વન્સી સેન્સર, ટાર્ગેટની રેન્જ જણાવે છે. એટલે કે ટાર્ગેટ કેટલા અંતરે છે, તેનો ટાર્ગેટ ટ્રેકિંગ સેન્સર, ટાર્ગેટને ટ્રેક કરે છે. એટલે કે ચાલતો ટાર્ગેટ પણ નિશાના પર રહે છે, ફાયર ટ્રિગર દબાવતા જ બીમ ડાઈરેક્ટરથી લેઝર બીમ નીકળે છે જે ટાર્ગેટને નષ્ટ કરી નાખે છે. આ હથિયાર એક રોટેટિંગ ટ્રેક પર માઉન્ટ હોય છે. જે આ લેઝર ગનને 360 ડિગ્રી ફેરવી શકે છે. એટલે કે દુશ્મન ભલે ગમે ત્યાં હોય પરંતુ એકવાર ટાર્ગેટ સેટ થયો તો તે બચશે નહીં. 

જો કે અમેરિકાએ આ હથિયાર જે હેતુથી બનવ્યાં તે હેતુ એકદમ રસપ્રદ છે. ગુપ્ત માહિતી છે કે ચીન અને રશિયાએ હાઈપરસોનિક મિસાઈલ બનાવી છે અને તેનાથી બચવા માટે આ લેઝર વેપન કામ આવી શકે છે. જેમા આવી મિસાઈલોને હવામાં ઉડાવવાની ક્ષમતા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news