Viral Video: હાઈ લા! ઘરની બહાર કચરાના ઢગલાની જેમ પડ્યા છે 'રૂપિયા'ના ઢગલા, જોઈને મગજ ચકરાવે ચડી જશે

Watch Viral Video: આ વાયરલ વીડિયો જે પણ જુવે છે તે સ્તબ્ધ થઈ જાય છે, વીડિયોમાં અમીર વ્યક્તિ ઘરની બહાર લાખોની કેશ સાથે જોવા મળે છે. એવું પણ લાગી શકે કે આ વ્યક્તિ પોતાની પાસે જે ડોલરમાં કમાણી છે તેનો દેખાડો કરે છે. વીડિયો જોઈને એવું પણ લાગે જાણે તેના ઘર અને બેંકમાં કેશ રાખવા માટે જગ્યા પણ કદાચ ખૂટી પડી હોય. 

Viral Video: હાઈ લા! ઘરની બહાર કચરાના ઢગલાની જેમ પડ્યા છે 'રૂપિયા'ના ઢગલા, જોઈને મગજ ચકરાવે ચડી જશે

લોકો પૈસા કમાવવા માટે અને જીવન ધોરણ સુધારવા માટે ખુબ મહેનત કરતા હોય છે. ઘણા પડકારો ઝેલતા હોય છે અને આમ છતાં ઘણા પુરતા પૈસા કમાઈ શકતા નથી. જ્યારે કેટલાક લોકોને છપ્પર ફાડ પૈસા મળે છે પરંતુ પૈસાનું જાણે મહત્વ હોતું નથી. આ વાયરલ વીડિયો જે પણ જુવે છે તે સ્તબ્ધ થઈ જાય છે, વીડિયોમાં અમીર વ્યક્તિ ઘરની બહાર લાખોની કેશ સાથે જોવા મળે છે. એવું પણ લાગી શકે કે આ વ્યક્તિ પોતાની પાસે જે ડોલરમાં કમાણી છે તેનો દેખાડો કરે છે. વીડિયો જોઈને એવું પણ લાગે જાણે તેના ઘર અને બેંકમાં કેશ રાખવા માટે જગ્યા પણ કદાચ ખૂટી પડી હોય. 

વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ ફેડોર બાલ્વાનોવિચ  છે. ઈન્સ્ટાગ્રામ પર આ વ્યક્તિના 13.7 મિલિયન ફોલોઅર્સ છે. જે એક ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. તેણે પોતાના એકાઉન્ટથી અનેક વીડિયો આવા પોસ્ટ કરેલા છે. જે જોતા એક નજરે તમને પૈસાની બરબાદી લાગે. ઘરની બહાર કચરાની જેમ કેશ જે રીતે જોવા મળી છે તે જોતા પૈસા વેડફતો હોય તેવું લાગે. જે વીડિયો વાયરલ  થઈ રહ્યો છે તેમાં આ વ્યક્તિ મકાનની બહાર કેશના ઢગલા પડ્યા છે અને તેને ગોઠવતો નજરે ચડે છે. ચારેબાજુ પૈસા વેરવિખેર પડ્યા છે. 

આ વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ પણ આવી છે. કેટલાક યૂઝર્સને તો એવી શંકા પણ છે કે આ પૈસા સાચા છે કે ખોટા તો કેટલાક લોકો આવી ભવ્ય લાઈફસ્ટાઈલને વખાણે પણ છે. તમારું શું કહેવું છે આ વીડિયો વિશે....

 (Disclaimer: આ વાયરલ વીડિયો છે અને ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news