Pakistan: પેશાવરમાં એક મસ્જિદમાં નમાજ સમયે વિસ્ફોટ થતા 30 લોકોના મોત અને 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો છે. જેમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Pakistan: પેશાવરમાં એક મસ્જિદમાં નમાજ સમયે વિસ્ફોટ થતા 30 લોકોના મોત અને 50થી વધુ ઘાયલ

પેશાવર: પાકિસ્તાનના પેશાવરમાં મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે નમાજ દરમિયાન ઈમામ બરગાહ (મસ્જિદ)ની અંદર ભીષણ વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે લગભગ 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પોલીસ મુજબ આ આત્મઘાતી હુમલો
પેશાવરના સીસીપીઓના જણાવ્યાં મુજબ કોચા રિસાલદાર સ્થિત ઈમામવાડામાં પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શરૂઆતના રિપોર્ટ્સથી જાણવા મળે છે કે હુમલાખોરોએ બે પોલીસ ગાર્ડને ગોળી મારી દીધી અને જલદી વિસ્ફોટકો સાથે પરિસરમાં ઘૂસી ગયા. આ સંભવત: ઈમામવાડામાં એક આત્મઘાતી હુમલો હતો. 

— ANI (@ANI) March 4, 2022

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને ચિકિત્સા મદદ આપવામાં આવી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે આ વિસ્તારમાં અનેક બજાર છે અને સામાન્ય રીતે જૂમ્માની નમાજ સમયે તે ખીચોખીચ ભરેલા હોય છે.

— Imran Khan (@ImranKhanPTI) March 4, 2022

પીએમ ઈમરાન ખાનનું નિવેદન
પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું પણ નિવેદન આવ્યું છે. તેમણે આ હુમલાની ટીકા કરી છે. પેશાવરના સીએમ મહેમૂદ ખાને પણ હુમલાની ટીકા કરી. તેમણે પેશાવરના આઈજીપી પાસે આ અંગે માહિતી માંગી છે. 

ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન પહોંચ્યા બાદ ગણતરીના કલાકોમાં થયો વિસ્ફોટ
આ હુમલાના ગણતરીના કલાકો પહેલા જ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાન પહોંચી છે. તેમની સુરક્ષાને લઈને પહેલેથી ચિંતા વ્યક્ત કરાઈ હતી. હવે આ હુમલાથી પાકિસ્તાનની પરેશાની ફરીથી વધવાની આશંકા છે. 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયા બાદ લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ મેચ રમાઈ નહતી. ટીમ પાસેથી વર્લ્ડ કપ 2011ની મેજબાની પણ છીનવાઈ હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસને પાકિસ્તાન ક્રિકેટ માટે છબી સુધારવાની મોટી તક ગણવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news