એક વીંટીએ બદલી મહિલાની કિસ્મત, 30 વર્ષ પહેલા ખરીદી હતી 850 રૂપિયામાં

માણસ જ્યારે વસ્તુથી કંટાળી જાય છે. આવું જ કંઇક આ મહિલા સાથે થયું હતું. તે 30 વર્ષ સુધી આ 850 રૂપિયાની વીંટીને પહેરી-પહેરીને કંટાળી ગઇ હતી, તો તેમણે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો.

એક વીંટીએ બદલી મહિલાની કિસ્મત, 30 વર્ષ પહેલા ખરીદી હતી 850 રૂપિયામાં

જીવનમાં સારા દિવસો ક્યારે પણ આવી શકે છે. જેનું એક ઉદાહરણ છે બ્રિટનની આ મહિલા. એક સમયે જ્યારે તે હીરાની વીંટી ખરીદવા માગતી હતી. પરંતુ તેના પર્સમાં એટલા રૂપિયા ન હતા કે તે પોતાનો શોખ પૂરો કરી શકે. એવામાં તે મહિલાએ એક યુક્તિ અજમાવી હતી. એટલે કે, ઓરીજનલ હીરો છોડી 850 રૂપિયામાં આબેહૂબ હીરા જેવી દેખાતી એક આર્ટિફિશિયલ વીંટી ખરીદી હતી. પરંતુ... 30 વર્ષ બાદ હજારો રૂપિયાથી પણ નીચેની કિંમતવાળી આ વીંટીએ તેમના ખરાબ દિવસોને ‘સારા દિવસો’ પરિવર્તિત કરી દીધા છે. જાણો કઇ રીતે...

જ્યારે વેચવા ગઇ વીંટી
માણસ જ્યારે વસ્તુથી કંટાળી જાય છે. આવું જ કંઇક આ મહિલા સાથે થયું હતું. તે 30 વર્ષ સુધી આ 850 રૂપિયાની વીંટીને પહેરી-પહેરીને કંટાળી ગઇ હતી, તો તેમણે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. આ કામ માટે તેમણે એક સોનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે સોનીએ તે વીંટી જોઇ, તો તેણે મહિલાને આ વીંટી વેચવાનું કારણ પૂછ્યું હતું. મહિલાએ જણાવ્યું કે આ વીંટી નકલી હીરાની છે. જે તે લાંબા સમયથી ઉપયોગ કરી રહી હતી એટલા માટે તેને વેચવા માગે છે.

પરંતુ સત્ય જાણ્યા પછી...
મહિલાની વાત સાંભ્યા પછી સોનીએ જ્યારે તે મહિલાએ જણાવ્યું કે, તમારી આ વીંટી નકલી નથી, પરંતુ ઓરિજનલ હીરાની છે. જોકે, મહિલાને આ વાત પર વિશ્વાસ થયો ન હતો. એવામાં જ્યારે સોનીએ તે મહિલાને વીંટી ઓરિજનલ હોવાની ખાતરી કરાઇ, તો તે મહિલા ચક્કર ખાઇને જમીન પર પડી ગઇ હતી. થોડો આરામ કર્યા બાદ સોનીએ તે મહિલાને જણાવ્યું કે, આ વીંટી પૂરા 26.27 કેરેડ ડાયમંડથી બનેલી છે.

પછી ખબર પડી તેની ઓરિજનલ કિંમત
ત્યારપછી મહિલા હીરાના એક્સપ્રટ પાસે પહોંચી. જ્યાં તે મહિલાને વીંટીની હરાજી કરવાની સલાહ આપી. રિપોર્ટના અનુસાર, મહિલાની વીંટીનો હીરો ઘણો પ્રાચીન હતો. એવામાં જ્યારે વીંટીની હરાજી કરવામાં આવી, તો તેની બોલી 6 કરોડ રૂપિયા લાગી હતી. તમામ ટેક્સ બાદ મહિલાને 850માં ખરીદેલી તે વીંટીના 4.5 કરોડ રૂપિયા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news