બરફના કારણે લપસી પડી બસ, જોનારાના શ્વાસ થયા અદ્ધર, Video વાયરલ
Trending Bus Accident Video: હિમવર્ષા દરમિયાન રસ્તાઓ પર બરફ જામી જાય છે. જેના કારણે આવતા-જતા વાહનોને તકલીફ પડે છે. ક્યારેક બરફના રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમી બની શકે છે. વાહનચાલકો અવારનવાર રસ્તાઓ પર વાહનો પરનો કાબૂ ગુમાવે છે. તાજેતરમાં, કેનેડામાં એક માર્ગ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
Trending Bus Accident Video: હિમવર્ષા દરમિયાન રસ્તાઓ પર બરફ જામી જાય છે. જેના કારણે આવતા-જતા વાહનોને તકલીફ પડે છે. ક્યારેક બરફના રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમી બની શકે છે. વાહનચાલકો અવારનવાર રસ્તાઓ પર વાહનો પરનો કાબૂ ગુમાવે છે. તાજેતરમાં, કેનેડામાં એક માર્ગ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બસ અચાનક રસ્તા પર લપસી જાય છે અને કાર સાથે અથડાય છે.
1 ફેબ્રુઆરીની સવારે બનેલી ઘટનાના CCTV વાયરલ થઈ રહ્યાં છે. વેંકુવર સિટી ન્યૂઝ અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. આ ઘટના એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ. વીડિયોમાં એક જોરદાર ધડાકો પણ સાંભળી શકાય છે કારણ કે કાબુ બહારની બસ બરફ સ્લિપ થાય છે અને અન્ય કાર સાથે અથડાય છે.
જુઓ આ વીડિયો
#Bus slips on icy road and hits many cars in #Canadian city #Coquitlam yesterday morning..#ViralVideos #Trending #Accidents pic.twitter.com/1HBxGF2WyB
— SuVidha (@IamSuVidha) February 2, 2023
વીડિયો થયો વાયરલ
ટ્વિટર પર શેર થયેલા વીડિયોએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી દિધી છે. વીડિયો જોયા પછી ઘણા યુઝર્સે વાહનો પર ખાસ સ્કિડ ફ્રી ટાયર ના લગાવવા માટે બસ કંપનીની ટીકા કરી છે. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓએ એવી પણ સલાહ આપી હતી કે લોકોએ ખરાબ હવામાનમાં વાહન ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે બરફીલા રસ્તાઓ અને પવન વચ્ચે આવી ઘટનાઓ વધુ બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે