ચીનની અવળચંડાઈ ચાલુઃ ડોકલામ વિવાદ બાદ પણ ભારતની સરહદ પર ચાલી રહ્યું છે કામ

સરહદ વિવાદને કારણે વર્ષ 2017માં વિવાદિત ડોકલામ વિસ્તારમાં તણાવ પેદા થયો હતો અને લાંબા સમય સુધી ભારત અને ચીનની સેનાઓએ સરહદ પર ગતિવિધીઓ વધારી દીધી હતી 

ચીનની અવળચંડાઈ ચાલુઃ ડોકલામ વિવાદ બાદ પણ ભારતની સરહદ પર ચાલી રહ્યું છે કામ

વોશિંગટનઃ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ચીન હિન્દ મહાસાગર અને અન્ય સાગરોમાં પોતાની સૈનિક હાજરી વધારવા માટે પાકિસ્તાનમાં ગ્વાદર સહિત અન્ય વિદેશી બંદરો સુધી પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. 

ચીનની વધતી જતી સૈનિક ક્ષમતા અંગે અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયામાં વાણિજ્યિક બંદરગાહો સુધી પહોંચ વધારવા માટે ચીનના પ્રયાસોને કારણે ભવિષ્યમાં બંદરગાહો સુધી શસ્ત્રો અને અન્ય લશ્કરી સામાન ઉપલબ્ધ કરાવાની જરૂરિયાત પુરી થશે. 

સંભાવના છે કે, પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN) પોતાના આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ લશ્કરી સામાનના અભિયાન, પુરવઠા અને ફરીથી પ્રાપ્તી માટે વાણિજ્યિક બંદરો અને બિનસૈનિક જાહાજોનો ઉપયોગ કરશે. રિપોર્ટમાં કોરિયન સમુદ્રી વિસ્તારની ઓળખ એક એવા ક્ષેત્ર તરીકે કરવામાં આવી છે જ્યાં અસ્થિરતા અને અનિશ્ચિતતાની સ્થિતી છે. 

ચીન બનાવી રહ્યું છે સ્વદેશી વિમાનવાહક જહાજ પેન્ટાગોને જણાવ્યું છે કે, ચીન પોતાનું સ્વદેશી વિમાનવાહક જહાજ નિર્મિત કરી રહ્યું છે. આ જહાજનો પ્રાથમિક ઉદ્દેશ્ય ક્ષેત્રીય સરહદોના સુરક્ષા અભિયાનમાં મદદ કરવાનો રહેશે. 

પેન્ટાગોને આ સાથે જ ચિંતા વ્યક્ત કરી છે કે ભારતને અડીને આવેલી ચીનની સરહદો પર વધતો વિવાદ આગામી સમયમાં મુશ્કેલી સર્જી શકે છે. ઉલ્લેખનીય છે કે, સરહદ વિવાદને કારણે વર્ષ 2017માં વિવાદિત ડોકલામ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે અત્યંત તણાવપૂર્ણ ગતિરોધ પેદા થયો હતો. 

તેણે જણાવ્યું કે, "બિજિંગ સંભવત હિન્દ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રમાં શક્તિ પ્રદર્શન કરવા માટે સ્વદેશમાં જ નિર્મિત વિમાન વાહક જહાજનું પ્રદર્શન કરશે." આ જહાજ 2019માં ચીનના નૌકાદળમાં સામેલ થઈ જાય એવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news