ઘટતી જનસંખ્યાથી પરેશાન ચીન, હવે ત્રણ બાળકો પેદા કરવા આપી મંજૂરી
સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં ચીનની વસ્તી 2019ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે.
Trending Photos
પેઇચિંગઃ ચીનના તંત્રએ દેશમાં સતત વૃદ્ધ થઈ રહેલી વસ્તીથી પરેશાન થઈને હવે પોતાના નાગરિકોને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, દેશની વૃદ્ધ વસ્તીને જોતા બાળકો પેદા કરવાના નિયમમાં ઢીલ આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં લેવામાં આવ્યો છે.
સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં ચીનની વસ્તી 2019ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે. 2019માં વસ્તી 1.4 અબજ હતી. પરંતુ તેમાં આગામી વર્ષની શરૂઆતથી ઘટાડાનું અનુમાન છે. ચીનની સરકાર તરફથી મંગળવારે જારી કરવામાં આવેલી સાતમી રાષ્ટ્રીય જનસંખ્યા જણગણના અનુસાર, ચીનના બધા 31 પ્રાંત, સ્વાયત્ત ક્ષેત્ર અને નગરપાલિકાની વસ્તી 1.41178 અબજ હતી.
આ પણ વાંચોઃ Corona છે ચીનનું જ પાપ, પુરાવા સાથે બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો, દુનિયાને તબાહ કરવા વુહાનમાં બનાવાયો વાયરસ
દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15થી 59 વર્ષ વચ્ચે
રાષ્ટ્રીય આંકડા બ્યૂરો (એનબીએસ) અનુસાર, નવી જનગણનાના આંકડાથી ખ્યાલ આવે છે કે ચીન જે સંકટનો સામનો કરી રહ્યું છે, તે વધુ ગાઢ બનવાની આશા છે, કારણ કે દેશમાં 60 વર્ષથી વધુ લોકોની વસ્તી વધીને 26.4 કરોડ થઈ ગઈ છે. એનબીએસે એક નિવેદનમાં કહ્યું કે, જનસંખ્યા સરેરાશ ઉંમરથી વધવાથી લાંબા ગાળે સંતુલિત વિકાસ પર દબાવ વધશે. દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15થી 59 વર્ષ વચ્ચે છે, જે 2010ની તુલનામાં 6.79 ટકા ઓછી છે.
ચીનના નેતાઓએ જનસંખ્યાને વધતી રોકવા માટે 1980થી જન્મ સંબંધી મર્યાદા લાગૂ કરી હતી, પરંતુ હવે તેને તે વાતની ચિંતા થઈ રહી છે કે દેશમાં કામકાજ ઉંમર વર્ગના લોકોની સંખ્યામાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાના પ્રયાસમાં વિઘ્ન આવી રહ્યું છે. ચીનમાં જન્મ સંબંધી મર્યાદામાં છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ દંપતી મોંઘવારી, નાના આવાસ અને માતા સાથે નોકરીમાં થનારા ભેદભાવને કારણે બાળકોને જન્મ આપવામાં ડરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે