હિમાલય પરથી ગમે ત્યારે આવી શકે છે મોટી આફત : ચીનના પ્રોફેસરે કરી ભયાનક આગાહી
Third Pole Meltdown: ચીનના એક પ્રોફેસર અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો, જેમાં તેમણે હિમાલય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હોવાની આગાહી કરી
Trending Photos
Himalaya On Risk : દુનિયાનો ત્રીજો ધ્રુવ એટલે કે થર્ડ પોલ તેજીથી પીગળી રહ્યો છે. જેને કારણે ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ જગ્યાઓ પર હિમાલયથી ગમે ત્યારે આફત આવી શકે છે. નવી સ્ટડીમાં આ ડરાવનો ખુલાસો થયો છે કે, ગત 30 વર્ષોમાં હિમાલયથી 10 હજાર ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેનાથી ખતરનાક ગ્લેશિયર લેક્સ બની રહ્યાં છે. આ ગ્લેશિયર લેક્સ હિમાલયના તળના લોકો માટે ખતરનાક છે. તે ગમે ત્યારે તૂટીને સિક્કીમ, કેદારનાથ કે ચમોલી જેવી દુર્ઘટના સર્જી શકે છે. જોવામાં સુંદર લાગતા આ લેક જ્યારે તૂટે છે, ત્યારે ભયાનક તબાહી લઈને આવે છે.
ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના ઈન્સ્ટીટ્યૂટ ઓફ તિબ્બતન પ્લેટ્યૂ રિસર્ચના સાયન્ટિસ્ટ એસોસિયેશન પ્રો.વીકાઈ વાંગ અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે, આ સંકટથી બચવા માટે ત્રીજા ધ્રુવ પોલની નીચે રહેતા ભારત, પાકિસ્તાન, નેપાળ જેવા દેશોએ એકસાથી મળીને કામ કરવાનું રહેશે.
બે દાયકામાં ડબલ થઈ ગ્લેશિયરથી બનેલા તળાવના તૂટવાની ઘટના
ડરવાના આંકડા સામે આવ્યા છે. 1981 થી 1990 ની વચ્ચે હિમાલય પર GLOF ની 1.5 ઘટનાઓ બનતી હતી. જે 2011 થી 2020 દરમિયાન 2.7 થઈ હતી. દરેક દાયકામાં તેની ગતિ વધી રહી છે. તે હિમાલયના નીચલા સ્તર પર રહેતા લોકો માટે ખતરો બનીને આવ્યું છે.
5535 તળાવ ખતરનાક... 1500 તળાવ ગમે ત્યારે તૂટી શકે છે
પ્રોફેસર 5535 એવા ગ્લેશિયર લેક્સને ઓળખી કાઢ્યા છે, જે આ દેશોમાં ગમે ત્યારે ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ પણ સમયે તૂટી શકે છે. એટલે કે GLOF ની ઘટના બની શકે છે. તેમાંથી 1500 તળાવ વધુ ખતરનાક છે. તેમાં હાઈ પોટેન્શિયલ GLOF ની શક્યતાઓ છે. જે નીચે રહેતા લોકો માટે તબાહી લાવી શકે છે.
કુલ 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, તેને બચાવવા માટે સાહસિક પગલાં અને નાણાકીય સહાયની વિનંતી કરી છે. આ 3,500 કિલોમીટર લાંબી પર્વતમાળા આઠ દેશોમાં ફેલાયેલી છે. જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાન સહિત આઠ દેશોમાં 3,500 કિલોમીટરથી વધુ ફેલાયેલી છે. 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર બાયોસ્ફિયર તરીકે જાહેર કર્યા પછી તે સમાચારમાં છે. હિમાલય એ વિશ્વના જૈવ વિવિધતાના હોટસ્પોટ્સ પૈકીનું એક છે, જેમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા છે. આ પ્રદેશ 240 મિલિયનથી વધુ લોકોનું ઘર છે, અને 1.7 બિલિયન લોકો નદીના તટપ્રદેશમાં વસે છે. આ પ્રદેશમાં હિમનદીઓ ઓછામાં ઓછી 10 મોટી નદી પ્રણાલીઓને ખોરાક આપે છે.
કાઠમંડુમાં તાજેતરના જૈવવિવિધતા પર યોજાયેલી પરિષદમાં 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) એ આ ભયજનક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં આ પ્રદેશમાં પ્રકૃતિ અને વસવાટમાં થયેલા વિનાશક નુકસાનને પહોંચી વળવા બોલ્ડ પગલાં અને નાણાંકીય સહાયની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે