Russia Ukraine War: યુક્રેને મર્યાદા પાર કરી! પુતિન પર ડ્રોન હુમલો નિષ્ફળ, રશિયાએ કહ્યું- આ આતંકવાદી કૃત્ય છે
Russia Ukraine News: યુક્રેનને અમેરિકા અને અન્ય યુરોપીયન દેશ હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ઘણા દેશોથી તેને ડ્રોન મળ્યા છે. રશિયાનું કહેવું છે કે યુક્રેને માસ્કોમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે.
Trending Photos
મોસ્કોઃ Ukraine Drone Attack At Kremlin: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)વચ્ચે બંને દેશો વચ્ચે આજે તણાવ ફરીથી વધી ગયો છે. રશિયાએ કહ્યું કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મારવા માટે ડ્રોનથી મોસ્કો પર હુમલો કર્યો છે. પરંતુ રશિયાની સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. આ ઘટના પર ક્રેમલિને આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયન સરકાર તરફથી કહેવામાં આવ્યું કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તેની આ હરકત આતંકવાદી જેવી છે અને રશિયા તેનો જવાબ આપશે.
ક્રેમલિને બુધવાર, 3 મેએ કહ્યું કે તેણે યુક્રેન દ્વારા લોન્ચ કરવામાં આવેલા બે ડ્રોનને ઠાર કર્યાં છે. રશિયાની સરકાર તરફથી કીવ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે.
#WATCH | Russia today alleged that there were attempts by Ukraine to assassinate President Putin, saying it was a "terrorist attack" while claiming it shot down drones over the residence of Putin
(Video: Russia's RT news) pic.twitter.com/6b7jkeYluT
— ANI (@ANI) May 3, 2023
રશિયાનું કહેવું છે કે ક્રેમલિન પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેણે યુક્રેન પર આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જે ડ્રોનથી ક્રેમલિન પ ર હુમલો કરવામાં આવ્યો છે, તેનો રશિયાએ નાશ કરી દીધો છે. સૂત્રો પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
યુક્રેને કહ્યું- ખોટું બોલી રહી છે પુતિન સરકાર
આ વચ્ચે યુક્રેનની ઝેલેન્સ્કી સરકારનું નિવેદન સામે આવ્યું ચે. યુક્રેનને રશિયાના આરોપોને પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. યુક્રેન સરકારનું કહેવું છે કે તેણે મોસ્કોમાં કોઈ ડ્રોન મોકલ્યા નથી. ઝેલેન્સકી સરકારના મંત્રીએ કહ્યું કે ક્રેમલિન પર ડ્રોન હુમલાનું કાવતરું ઘડવાના રશિયાના આરોપો માત્ર પ્રચાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે