ચીનમાં સૌથી પહેલાં કઈ રીતે ફેલાયો કોરોના વાયરસ? થયો ખુલાસો
ચીનમાં આઠસોથી વધારે લોકોનો જીવ લઈ ચુકેલો કોરોના વાયરસ ચાઇનીઝ સી ફૂડ એટલે કે માછલીઓ સહિત અન્ય દરિયાઈ જીવોથી ફેલાવાનો શરૂ થયો છે.
Trending Photos
નવી દિલ્હી : ચીનમાં આઠસો કરતા વધારે લોકોનો જીવ લઈ ચુકેલો કોરોના વાયરસ (Corona virus) ચાઇનીઝ સી ફૂડ એટલે કે માછલીઓ સહિત અન્ય દરિયાઈ જીવોથી ફેલાવાનો શરૂ થયો છે. ભારતને કોરોના વાયરસ વિશે પહેલી સૂચના 31 ડિસેમ્બરના દિવસે મળી હતી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સંસદમાં વાતચીત દરમિયાન આ માહિતી આપી છે. ભારતમાં હજી સુધી કોરોના વાયરસના ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ ત્રણેય રોગીઓ કેરળના છે અને તેમણે થોડા દિવસ પહેલાં જ ચીનના વુહાન શહેરની મુલાકાત લીધી હતી.
મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ''ડિસેમ્બરની શરૂઆતમાં આ વાયરસને ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરના સીફુડ માર્કેટમાં જોવામાં આવ્યો હતો. આ વાયરસ પહેલાં વુહાન શહેરમાં અને પછી ચીનના અન્ય 30 રાજ્યોમાં ફેલાઈ ગયો હતો. 9 ફેબ્રુઆરી સુધી ચીનમાં કોરોના વાયરસના 37,198 મામલા સામે આવ્યા છે અને એના કારણે 811 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ કોરોના વાયરસને કારણે માણસો અને જાનવરોમાં બીમારી ફેલાય છે. પશુઓમાં વિકસેલા આ વાયરસનો ચેપ માણસોમાં પણ લાગે છે.''
નોવેલ કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. 10થી 20 ટકા કેસમાં પરિસ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે વેન્ટિલેશનની મદદ લેવી પડે છે. આ વાયરસનો ચેપ ડ્રોપલેટ્સ અથવા તો હવાના માધ્યમથી ફેલાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો વિશ્વના અન્ય સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે