હલાલ મીટ બાદ 'હલાલ નેટ', કોરોના વાયરસથી ડરેલા ઈરાને કરી લીધી તૈયારી


હલાલ નેટ હેઠળ તમામ સૂચનાઓ પર ઈરાન સરકારનું નિયંત્રણ હશે. આ ચીનના ગ્રેટ ફાયરબોલની જેમ છે જ્યાં પશ્ચિમી સોશિયલ સાઇટ્સ બેન છે. ઈરાની લોકોમાં કોરોના વાયરસને કારણે ખુબ ગુસ્સો છે. તેને લાગે છે કે સરકાર આંકડા છૂપાવી રહી છે. 
 

હલાલ મીટ બાદ 'હલાલ નેટ', કોરોના વાયરસથી ડરેલા ઈરાને કરી લીધી તૈયારી

તેહરાનઃ ઈરાનને કોરોના વાયરસે ડરાવી દીધું છે. એટલો ડર કે રાષ્ટ્રપતિ હસન રૂહાની ઇન્ટરનેટ પર સખત પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. આમ કરવા માટે ઇસ્લામી મૂલ્યો અને શરિયાનું બહાનું બનાવી શકાય છે. આ પહેલા નવેમ્બર, 2019માં પણ નેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ગતો. ચીનના ગ્રેટ ફાયરબોલની જેમ ઈરાન સરકાર હલાલ નેટનો કોન્સેપ્ટ લઈને આવી છે. તેની આડમાં અંગ્રેજી વેબસાઇટો અને ડિજિટલ પ્લેટફોર્મને બેન કરી શકાય છે. ફેસબુક અને વોટ્સએપ પર ઈરાને પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો છે. 

હકીકસમાં કોરોના વાયરસને લઈને ઈરાનના લોકોમાં ગુસ્સો છે. તેને લાગે છે કે, સરકાર તેનો સામનો કરવામાં ફેલ થઈ રહી છે. અત્યાર સુધી 66 મોચોએ ઈરાનમાં ડર પેદા કરી દીધો છે. સરકારી આંકડા પ્રમાણે 1500 લોકોમાં આ બીમારી છે. 1500માં 66 મોતનો અર્થ છે કે લગભગ 4.5 ટકા દર્દી બચી શકતા નથી. તેનાથી શંકા પેદા થાય છે કે ઈરાન સાચા આંકડા જણાવી રહ્યું નથી. સરકારને ડર છે કે આજે નહીં તો કાલે ઈન્ટરનેટ દ્વારા તેના પર અંદાજ લગાવવામાં આવશે. તેથી હલાલ નેટની ઇસ્લામી રીટ અપનાવી શકાય છે. ત્યારબાદ માત્ર સરકારની મંજૂરી મેળવેલી સાઇટ ખુલી શકશે. 

ગ્રેટ ફાયરબોલ જેવું છે હલાલ નેટ
વિકીપીડિયા પર સોમવારે રાત્રે પ્રતિબંધ લાગી ચુક્યો છે. તેણે ખબર આપી હતી કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખેમેનેઈના નજીકના સલાહકાર મોહમ્મદ મોહમ્મદી કોરોના વાયરસથી પીડિત છે. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ બાદથી ચીનની જેમ નેટ પર કડક નજર રાખવામાં આવે છે. 2014માં વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જૈસન રેજાઈઆનના ઘર પર ઇન્ટેલિજન્સના દરોડા પડ્યા હતા. તેમની પત્નીની સામે મારવાની ધમકી આપવામાં આવી હતી. તે બીજું કંઇ નહીં માત્ર તેના ઈ-મેલનો પાસવર્ડ ઈચ્છતા હતા. તેનાથી ખ્યાલ આવે છે કે ઈરાનને ઇન્ટરનેટથી કેટલો ડર છે. 

કોરોના વાયરસઃ દિલ્હીમાં માત્ર 1 દર્દી, 3.5 લાખ માસ્ક અને 25 હોસ્પિટલ તૈયાર

પરંતુ છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરનેટનો પ્રસાર વધ્યો છે. ઈરાનની અડધી વસ્તીના ખિસ્સામાં સ્માર્ટફોન છે. 2018માં દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શન સ્માર્ટફોનની દેન માનવામાં આવે છે. ઈરાન સરકારને ખ્યાલ છે કે જો ઈન્ટરનેટ વિકાસનું ઇંધણ છે તો વિરોધનું જોરદાર હથિયાર પણ છે. તેને જોતા અધિકારીઓએ હલાલ નેટના કોન્સેપ્ટની શોધ કરી છે. આ સ્થાનીય નિયંત્રણથી ચાલનારૂ નેટ છે. તેમાં જનતા શું જોવા ઈચ્છે છે, તેને કંટ્રોલ કરી શકાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news