‘બોર્ડ પરીક્ષા સમયે કોઈ ગામમાં કોઈ લગ્ન નહિ થાય...’ નર્મદા જિલ્લાના 72 ગામોએ લીધો મહત્વનો નિર્ણય
Trending Photos
જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે અને તેમાં પણ આદિવાસી વિસ્તારમાં તો ખૂબ નીચું પરિણામ આવતા સ્થાનિક આગેવાનોએ તેની શોધ લગાવી હતી. એક તરણ એવું આવ્યું કે, તડવી સમાજમાં બોર્ડની પરીક્ષાઓના મહિનાઓમાં લગ્ન થતા હોય છે અને જેને કારણે બાળકો પરીક્ષામાં ધ્યાન આપી શકતા નથી અને લગ્ન મ્હાલવાનું પસંદ કરે છે. જેથી આ દિવસોમાં જો લગ્ન જ થાય નહિ અને બેન્ડબાજા કે ડીજે વાગે જ નહિ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ભણી શકે. આ નિર્ણય ગત વર્ષે લેવાયો અને આ વર્ષે એક પણ કુટુંબમાં લગ્નો ગોઠવાયા નથી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.
સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ
નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. જેમાં ધોરણ 10 અને 12માં નાપાસ થવાનો રેશિયો પણ વધુ છે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં ધ્યાન આપતા નથી અને એક બે ટ્રાયલ મારે અને પછી ભણવાનું છોડી દે છે. અથવા મજૂરી કામે કે કોઈ બીજા કામે લાગી જાય. એટલે જો લગ્નોનું આયોજન પરીક્ષાઓ પછી ગોઠવાય એવા ગ્રામસભામાં સામાજિક ઠરાવો કરી જાહેરાતો કરાઈ હતી. તેથી આ વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં કોઈ લગ્નો રાખવામાં આવ્યા નહિ. સમાજે એક નવો ચીલો શરુ કર્યો છે. ગરુડેશ્વર તાલુકાના નર્મદા ડેમની આજુબાજુના ગામોના રહીશોએ એક સામાજિક બેઠક કરીને નક્કી કર્યું હતું કે, અત્યાર સુધી આપણે લગ્ન મુહૂર્ત પરીક્ષાઓમાં જ કાઢતા પોતાના ઘરમાં બોર્ડમાં ભણતો દીકરો કે દીકરી હોવા છતાં લગ્નો કરતા, પણ હવે એ વાત બદલી પરીક્ષામાં કોઈએ લગ્ન મુહર્ત કાઢવા નહિ. ગ્રામપંચાયતોએ ઠરાવો પણ કર્યા, જેનાથી આજે એક ક્રાંતિ આવી. આ વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા કે પરીક્ષાના દિવસો દરમ્યાન કોઈએ લગ્ન ગોઠવ્યા નથી. એક મહિના પહેલા જ સમાજમાં જાણ કરી સમાજે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે વેકેશનમાં જ લગ્ન ગોઠવાશેનો સંકલ્પ પણ કર્યો છે અને તેનાથી જ શિક્ષણનું સ્તર ઊંચું આવશે એમ આગેવાનો માની પણ રહ્યાં છે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સૌથી વધુ લગ્નોની મુશ્કેલી પડતી હતી. આ વર્ષે પ્રતિબંધ ગોઠવાતા 100 ટકા પરિણામ દેખાય છે. આ એક ક્રાંતિકારી પગલું કહી શકાય. જેને કારણે અહીંના સ્થાનિકો પણ ખુશ છે કે, તેમના સામાજિક નિર્ણયથી તેમના સમાજના પુરોહિતોને પણ કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષાના દિવસો દરમ્યાન પરંપરાગત લગ્નો લેવાય તો બે થી ત્રણ દિવસ સુધી ડીજેનો ઘોંઘાટ અને અન્ય દુષણોથી વિદ્યાર્થીઓ ત્રસ્ત થાય છે. પરીક્ષાનું ધ્યાન છોડી લગ્ન મ્હાલવા જાય છે, તેથી લગ્ન મહુર્ત આ દિવસોમાં કાઢવું નહિ. પુરોહિતોએ પણ સહકાર આપતા હવે આ વર્ષે તમામ લગ્નો મે મહિનામાં જ યોજાશે. તેની સ્થાનિકોને પણ ખુશી છે કે, શિક્ષણનું સ્તર આ વિસ્તારમાં સુધરશે.
નર્મદાના ગરુડેશ્વર તાલુકાના તડવી સમાજના લગભગ 72 ગામોએ આ સામાજિક ઠરાવ કર્યો છે. ત્યારે અહીંના સ્થાનિક વડીલોનું કહેવું છે કે, શિક્ષિત પછાત આ જિલ્લામાં અન્ય સમાજ પણ જો આ દિશામાં અનુસરે અને પરીક્ષા સમયે લગ્ન જેવા સામાજિક પ્રસંગોથી દૂર રહે તો આ જિલ્લાનું શિક્ષણનું સ્તર ચોક્કસ ઊંચું આવશે.
નર્મદા જિલ્લાના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા માટે માત્ર 72 ગામના લોકોએ જ સરાહનીય પ્રયાસ કર્યો અને તેઓ સફળ પણ રહેશે તેવી તેમને આશા છે. ત્યારે જો સમગ્ર જિલ્લામાં આ પ્રયાસ કરવામાં આવે તો જિલ્લાનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે એ વાત ચોક્કસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
઼
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે