મુસ્લિમ વસ્તી છતાં Slovakiaમાં નથી કોઇ 'મસ્જિદ', અને ના નાતો બનાવવાની છે પરવાનગી
દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં મુસ્લિમ તો જરૂર છે પરંતુ અહીં ના તો એક પણ મસ્જિદ છે અને ના તો તેને બનાવવાની પરવાનગી મળે છે. આ દેશનું નામ સ્લોવાકિયા છે.
Trending Photos
સ્લોવાકિયા: દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં મુસ્લિમ તો જરૂર છે પરંતુ અહીં ના તો એક પણ મસ્જિદ છે અને ના તો તેને બનાવવાની પરવાનગી મળે છે. આ દેશનું નામ સ્લોવાકિયા છે. જાણકારી અનુસાર સ્લોવાકિયા: માં જે મુસ્લિમ રહે છે તે તુર્ક અને ઉગર છે અને 17મી સદીથી અહીં રહે છે. વર્ષ 2010માં સ્લોવાકિયામાં મુસ્લિમોની વસ્તી 5,0000ની આસપાસ હતી.
મસ્જિદ બનાવવાને લઇને ઘણા વિવાદ
તમને જણાવી દઇએ કે સ્લોવાકિયા યૂરોપીય યૂનિયનનો સભ્ય દેશ છે. પરંતુ તે એક એવો દેશ છે, જે સૌથી છેલ્લે તેનો સભ્ય બન્યો. આ દેશમાં મસ્જિદ બનાવવાને લઇને વિવાદ પણ થતા રહે છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઇસ્લામિક સેન્ટર બનાવવાને લઇને પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના તમામ પ્રસ્તાવને નકારી કાઢ્યા.
મુસ્લિમ શરણાર્થીઓને આવવા પર પ્રતિબંધ
જોકે વર્ષ 2015માં યૂરોપના સામે શરણાર્થીઓનો પ્રવાસ એક મુદ્દો બની ગયો હતો. તે સમયે સ્લોવાકિયાએ 200 ખ્રિસ્તીઓને શરણ પણ આપી હતી. પરંતુ મુસ્લિમ શરણાર્થીઓને આવવાની ના પાડી દીધી હતી. તેના પર સ્પષ્ટીકરણ આપતાં સ્લોવાકિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમના ત્યાં મુસ્લિમોની વસ્તીને કોઇ સ્થાન નથી, જેના કારણે મુસ્લિમોને શરણ આપવી દેશમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. જોકે આ નિર્ણયથી યૂરોપીય યૂનિયને પણ ટીકા કરી.
'ઇસ્લામ'ને સત્તાવાર ધર્મનો દરજ્જો નહી
અત્રે ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકિયાએ એક કાયદો પાસ કરી ઇસ્લામને સત્તાવાર ધર્મના દરજ્જા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દેશ ઇસ્લામને એક ધર્મના રૂપમાં સ્વિકાર કરતો નથી. યૂરોપીય યૂનિયનમાં સ્લોવાકિયા એકમાત્ર એવો દેશ છે, જ્યાં એક પણ મસ્જિદ નથી.
ધ્વનિ પ્રદૂષણ પર પણ કડક પ્રતિબંધ
સ્લોવાકિયામાં ધ્વનિ પ્રદૂષણને સામનો કરવા માટે પણ એક કડક કાયદો છે. આ દેશમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે કોઇ સાથે ખરાબ વ્યહારમાં વાત ન કરી શકો અને ના તો બબાલ મચાવી શકો. જો આમ કરો છો, તો તેને પોલીસ પકડી શકે છે, અને દંડ પણ ચૂકવવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે