Corona Virus : ટ્રમ્પે આપી વિચિત્ર સલાહ, ટીકા થઇ તો કહ્યું હું તો મજાક કરી રહ્યો
Trending Photos
વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ (Donald Trump) વિચિત્ર સલાહ આપવાના કારણે ખરાબ રીતે ફસાઇ ગયા છે. કિટાણુનાશક લેવાની વિચિત્ર સલાહ આપીને ફસાઇ ચુક્યા છે. કિટાણુનાશક ઇંજેક્શ લેાની વાત મુદ્દે સમગ્ર વિશ્વ મીડિયામાં તેમની આલોચના થઇ રહી છે. વિપક્ષનાં નેતાઓથી માંડીને કીટાણુનાશક બનાવનારી કંપનીઓ પણ આ મુદ્દે ટ્વીટ કર્યા અને કહ્યું કે, લોકો એવી સલાહને બિલ્કુલ ન માને. આલોચના બાદ ટ્રમ્પ સ્પષ્ટતા આપવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે કિટાણુશાન ઇંજેક્ટ કરવાની વાત તેમણે બસ મજાકમાં જ કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ડોક્ટરી પ્રોફેશનલને કોવિડ 19 ના દર્દીઓનાં સંભવિત સારવાર માટે શરીરમાં રસી દ્વારા કિટાણુનાશક પહોંચાડવા અથવા ક્ષ કિરણોનાં તાપનાં પ્રયોગ અંગે વિચાર કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ તેમની ઘણી આલોચના થઇ હતી. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ વ્યંગમાં આવુ કહી રહ્યા હતા.
વિચિત્ર અને અવાસ્તવિક સલાહો માટે સ્વાસ્થય નિષ્ણાંતોએ ટ્રમ્પ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને લોકોને રાષ્ટ્રપતિની ખતરનાક સલાહને નહી સાંભળવા માટેની અપીલ કરી હતી. નિષ્ણાંતો સાથે જ લાઇસોલ ડેટોલ બનાવનારી કંપનીઓએ પણ ચેતવણી આપી કે કિટનાશક શરીરમાં પ્રવેશ ખતરનાક છે.
શુક્રવારે જ્યારે ટ્રમ્પને તેમની ટિપ્પણી અંગે પુછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, હું તમારા જેવા સંવાદદાતાઓ સાથે મજાકમાં સવાલ પુછી રહ્યા હતા. બસ મે પણ મજાકમાં જ જવાબ આપ્યો કે કે, જોઇએ કિટનાશક શરીરમાં ઇંજેક્ટ કરી જોઇએ શું થાય છે. ટ્રમ્પે કહ્યું કે, એવા રોગાણુનાશક અંગે પુછી રહ્યા હતા કે જેના કારણે સુરક્ષીત પદ્ધતીથી લોકો પોતાના હાથ પર લગાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે