ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....

ઝરાયેલી આંકડા મુજબ ગત વર્ષ ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન હમાસ આતંકીઓએ 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાં ઈઝરાયેલ-અમેરિકી નાગરિકો પણ સામેલ હતા. હજુ પણ ગાઝામાં 101 વિદેશી અને ઈઝરાયેલી બંધકોમાંથી લગભગ અડધા જીવતા હોવાનું અનુમાન છે. 

ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને તેમના 20 જાન્યુઆરીના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં 'તબાહી' મચી જશે. ઈઝરાયેલી આંકડા મુજબ ગત વર્ષ ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન હમાસ આતંકીઓએ 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાં ઈઝરાયેલ-અમેરિકી નાગરિકો પણ સામેલ હતા. હજુ પણ ગાઝામાં 101 વિદેશી અને ઈઝરાયેલી બંધકોમાંથી લગભગ અડધા જીવતા હોવાનું અનુમાન છે. 

ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, જો બંધકોને 20 જાન્યુઆરી 2025 સુધી છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી મચી જશે. એવા લોકો પર કડક કાર્યવાહી કરાશે જે માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકોએ આવું કર્યું છે તેમને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, જો યોગ્ય સમયે એક્શન ન લેવાયું તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને ન મળી હોય. 

બીજી બાજુ હમાસે બંધકોના છૂટકારા માટે યુદ્ધ ખતમ કરવાની અને ગાઝાથી ઈઝરાયેલની સંપૂર્ણ વાપસીની માંગણી મૂકી છે. જ્યારે ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ ખાતમો ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલમાં પણ બંધકોને છોડાવવા માટે નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધના સૂર ઉઠતા રહ્યા છે. આ બધા વચ્ચે સોમવારે હમાસે કહ્યું કે ગાઝામાં 33 બંધકોના મોત થયા છે. જો કે તેમણે તેમની નાગરિકતા વિશે કોઈ ખુલાસો ન કર્યો. 

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના નેતૃત્વવાળા આતંકીઓ દ્વારા ઈઝરાયેલી સમુદાયો પર કરેલા હુમલા બાદ યુદ્ધની શરૂઆત કરી હતી. જેમાં 1200 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44400થી વધુ પેલેસ્ટાઈની લોકો માર્યા ગયા છે અને ગાઝાની મોટાભાગની જનસંખ્યા વિસ્થાપિત થઈ ચૂકી છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યાં મુજબ ગાઝાનો વિશાળ ક્ષેત્ર સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news