વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડતનો વધુ એક નમૂનો

વડોદરામાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જિમ બનાવી દેવામાં આવ્યું પરંતુ હજુ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. કરોડો રૂપિયા ખર્ચીને ઉભુ થયેલું જિમ ધૂળ ખાઈ રહ્યું છે. લોકો માટે બનાવેલી સુવિધાનો ઉપયોગ જ જનતા કરી શકતી નથી.
 

વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડતનો વધુ એક નમૂનો

રવિ અગ્રવાલ, વડોદરાઃ  અસંખ્ય એવા પ્રોજેક્ટો.. અસંખ્ય એવી યોજનાઓ છે જે શરૂ થયા પહેલાં જ કાં તો બંધ થઈ ગઈ છે કાં તો શરૂ કરવા માટે નેતાજી નવરાં નથી.. નાગરિકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી અસંખ્ય વસ્તુઓ પણ  તમે ધૂળ ખાતી જોઈ હશે.. જે તંત્રની અણઆવડતના કારણે રઝળતી હોય છે.. હવે આ પ્રકારની ઘટના વડોદરાથી  સામે આવી છે.. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું જીમ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે,, વડોદરાવાસીઓ એ રાહ જોઈને બેઠા છેકે, ક્યારે નેતાજી નવરા થાય અને તેમના શુભ હાથેથી આ જીમનું લોકાર્પણ કરીને નાણાંનો વેડફાટ થતો અટકાવે.. જુઓ આ રિપોર્ટ.. 

સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોની મૂર્ખતા વધુ એક વખત ખુલ્લી પડવા પામી છે.. પાલિકા દ્વારા વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે જીમ તૈયાર કરવામાં આવ્યું હતું.. પરંતુ તેની બનાવટમાં ખામી હોવાના કારણે આજ દિન સુધી જીમને તાળા મારેલી હાલતમાં મુકીને રાખવામાં આવ્યું છે.. અને તેમાં મુકેલા સાધનો રીતસરના ધૂળ ખાઇ રહ્યા છે.. જો કે, આ જીમને ફરી શરૂ કરવા માટે જરૂરી 30 જેટલા સુધારા સંસ્થાઓ સૂચવ્યા હતા.. જેની અમલવારીના આજદિન સુધી કોઇ ઠેકાણા નથી..

વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2014 માં કારેલીબાગ સ્વિમિંગ પુલ બિલ્ડીંગનું કામ કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું.. જેમાં સ્વિમિંગ પુલ, તેનું બિલ્ડીંગ અને જીમનું બાંધકામ કરાયું હતું.. જીમ શરૂ કરવા માટે કરવામાં આવેલા સૂચનો પૈકી હેવી વિજ લાઇનની જરૂરિયાત, નાના રૂમમાં સુધારા કરવા, વેન્ટીલેશનનો અભાવ દુર કરવો, પાણીનું લિકેજ દુર કરવુ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.. જીમમાં વેન્ટીલેશનનો પણ અભાવ છે અને જીમમાં રહેલ લાખો રૂપિયાના સાધનો પર ધૂળ ચડી અને ઉપયોગ ન થવાથી બગડી ગયા છે.. જેને લઈ નાગરિકો અને પાલિકાના વિપક્ષ નેતા શાસકો અધિકારીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.. પાલિકાના શાસકો આયોજન વગર કામ કરે છે.. પ્રજાના માટે કોઈ કામ કરતા નથી.. જીમ 8 વર્ષથી બંધ રહ્યું એના માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ વિપક્ષે કરી છે.

હાલ, સ્વિમિગ પુલ ચાલુ હોવાથી આ કાર્ય કરવું મુશ્કેલ હોવાનો લોકોનો મત છે.. આ સુધારા-વધારા શક્ય ના હોવાના કારણે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે પણ જીમને બંધ રાખવા માટેની મૌખિત મંજુરી આપી હોવાનું સામે આવ્યું છે.. મહત્વ ની વાત છે કે પાલિકાના અધિકારીઓના પાપે લોકો પ્રાઇવેટ જીમમાં પૈસા ખર્ચી જવા મજબુર બન્યા છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલ જીમ ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news