અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદની તસવીર આવી સામે, CCTVમાં થયો કેદ

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનાર શંકાસ્પદની તસવીર સામે આવી છે. તે બાંદ્રા સ્થિત સૈફના ફ્લેટ સતગુરૂ શરણના સીસીટીવી ફુટેજથી લેવામાં આવી છે.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદની તસવીર આવી સામે, CCTVમાં થયો કેદ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનાર શંકાસ્પદની તસવીર સામે આવી છે. તે બાંદ્રા સ્થિત સૈફના ફ્લેટ સતગુરૂ શરણના સીસીટીવી ફુટેજથી લેવામાં આવી છે. તસવીરમાં શંકાસ્પદ બિલ્ડિંગની સીડીઓનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસે આ તસવીર જાહેર કરી શંકાસ્પદની ઓળખ અને ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હુમલો કરનારે ઘટનાને અંજામ આપી ફરાર થવા માટે ફ્લેટની સીડીઓનો ઉપયોગ કર્યો હતો. તેની તસવીર છઠ્ઠા ફ્લોર પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનાથી પોલીસને તેની ઓળખ કરવામાં મદદ મળી છે.

પીઠમાં ટાંગેલી છે બેગ
સૈફ અલી ખાન પર હુમલો કરનારને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ વચ્ચે તેની તસવીર પણ જાહેર કરવામાં આવી છે, જેથી ઓળખ થઈ શકે. ફુટેજમાં શંકાસ્પદે બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. તેની પીઠમાં એક બેગ જોવા મળી રહી છે. સૈફ આ એપાર્ટમેન્ટમાં 12માં ફ્લોર પર રહે છે. પોલીસની શરૂઆતી તપાસમાં સીસીટીવી ફુટેજમાં હુમલો કરનાર જોવા મળ્યો નહીં. ઘટના બાદના ફુટેજમાં તે સીડીઓથી જતો જોવા મળ્યો છે.

(Source: Third Party) pic.twitter.com/a2t86FzScu

— Press Trust of India (@PTI_News) January 16, 2025

ગુરુવારે સવારે ખબર સામે આવી હતી કે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં બુધવારે મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદે અજાણ્યો ઘૂસી ગયો હતો. આ વ્યક્તિએ જ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો. ત્યાર પછી સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

આ ઘટના પછી સૈફ અલી ખાનની ટીમે પણ સત્તાવાર નિવેદન આપ્યું છે. સૈફ અલી ખાનની ટીમ એ કહ્યું છે કે, સૈફ અલી ખાનની સારવાર થઈ રહી છે અને પરિવારના બાકી સભ્યો સુરક્ષિત છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ઘરમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે દરમિયાન સૈફ અલી ખાન ઘાયલ થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news