આ યુવકે મકાન ભાડે મેળવવા કર્યો કાંડ! હિન્દુ બની યુવતીને ફસાવી! ખૂલી એવી કરતૂતો કે...
આરોપીએ પુછપરછમાં જણાવ્યું કે તે મુંબઈની એક હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને લીવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. હિન્દુ સમાજના વિસ્તારમાં મકાન માલિકો મુસ્લિમને મકાન ભાડે આપતા ન હતા. તેથી તેને હિન્દુ નામ ધારણ કરવાનો નિર્ણય કર્યો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરત SOGના હાથે હિન્દુ નામ ધારણ કરનાર મુસ્લિમ યુવક ઝડપાયો છે. આ યુવકે હિન્દુ યુવતી સાથે લવ મેરેજ અને હિન્દુ સમુદાયના વિસ્તારમાં ભાડાનું મકાન મેળવવા માટે પોતાનું મૂળ નામ છુપાવી હિન્દુ નામના ખોટા દસ્તાવેજો બનાવી લીધો હતો. આરોપીની ઓળખ મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ તરીકે થઈ છે. જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને છેલ્લા 14 વર્ષથી સુરતમાં રહ્યો છે.
એચઓજીએ બાતમીના આધારે એક મુસીબલ નામના ધરપકડ કરવામાં આવી હતી જેને પોતાનું નામ બદલીને હિન્દુ નામ ધારણ કર્યું હતું. આ ઉપરાત આરોપી પાસેથી બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા. આરોપીએ પુછપરછમાં જણાવ્યું કે તે મુંબઈની એક હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને લીવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. હિન્દુ સમાજના વિસ્તારમાં મકાન માલિકો મુસ્લિમને મકાન ભાડે આપતા ન હતા. તેથી તેને હિન્દુ નામ ધારણ કરવાનો નિર્ણય કર્યો. પોતાના હિન્દુ રૂપને માન્ય બનાવવા માટે તેણે મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી પોતાનું ખોટું આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા.
આરોપી પકડાયેલ ત્યાં સુધી સુરતના રાંદેર વિસ્તારમાં હિન્દુ નામથી ભાડાનું મકાન લઈને રહેતો હતો. ખોટા દસ્તાવેજોના આધારે તેણે પાનકાર્ડ અને આર.સી. બુક જેવી ઓળખ પત્રો પણ બનાવી લીધા હતા. હિન્દુ નામના આ દસ્તાવેજો તેને તેની હિન્દુ યુવતી સાથે જીવનવ્યતીત કરવા અને મકાન ભાડે લેવા માટે મદદરૂપ બનતા હતા.એસ.ઓ.જી.ટીમે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવી અને આરોપીને ઝડપી પાડ્યો. તેની પાસેથી બે અલગ-અલગ નામવાળા આધારકાર્ડ, પાનકાર્ડ, આર.સી. બુક અને 15,000 રૂપિયાના મૂલ્યના મોબાઇલ ફોન મળી આવ્યા.
મુસીબુલ છેલ્લા 14 વર્ષથી સુરતમાં રહ્યો છે અને જુદા-જુદા સ્પામાં નોકરી કરતા અનુભવ લીધો છે. તે પોતાની ઓળખ છુપાવવા અને હિન્દુ સમુદાયમાં મકાન મેળવવા માટે હિન્દુ નામનો ઉપયોગ કરતો હતો.આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેની ભૂતકાળની પ્રવૃત્તિઓ અને બીજા ખોટા દસ્તાવેજો સંબંધિત વધુ તપાસ હાથ ધરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે