રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ; બે દિવસમાં બે હુમલા, અજાણ્યા શખ્સોએ ફેંક્યો પેટ્રોલ બોમ્બ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર બે દિવસમાં બે મારામારીની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. યુનિવર્સિટી રોડ પર બે હોટલોમાં તોડફોડ અને મારામારી કરનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં અસામાજિક તત્વો પર પોલીસની ધાક ઓસરી છે. યુનિવર્સિટી રોડ પર બે દિવસમાં બે હુમલાઓની ઘટના સામે આવી છે. જાહેરમાં કાચની બોટલમાં પેટ્રોલ ભરી બૉમ્બ ફેંકનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ..
- બે દિવસમાં બે હુમલા પેટ્રોલ બોંબ ફેંક્યો..
- લાઈવ CCTV ફૂટેજ, આરોપી થયા ફરાર..
- પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વો..
VIDEO: 'કંઈ નહીં થાય, તારે કંઇ નવી નવાઇનો છોકરો છે...", અમિત શાહે પુત્રને કરી ટકોર
રાજકોટના યુનિવર્સિટી રોડ પર બે દિવસમાં બે મારામારીની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. યુનિવર્સિટી રોડ પર બે હોટલોમાં તોડફોડ અને મારામારી કરનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના અંગે ડીસીપી જગદીશ બાંગરાવા દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી. ડીસીપીના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ ખાતે 15 જાન્યુઆરી 2025ની રાત્રે પેટ્રોલ બોમ્બ જેવા જ્વલન્શીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 326 (G), 115 (2), 62 સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડે જણાવ્યું છે કે, જયદેવ રામાવત પાન મસાલા લેવા માટે તેમને ત્યાં આવ્યો હતો. ત્યારે તેના દ્વારા 100 રૂપિયાની લેતીદેતી મામલે માથાકૂટ કરવામાં આવતી હતી. ત્યારે જિલ્લાભાઈ ભરવાડે જયદેવ રામવતને માથાકૂટ ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જયદેવ રામાવત દ્વારા ટી સ્ટોલ તેમજ પાનના ગલ્લા ખાતે લગાડવામાં આવેલ સીસીટીવી ફૂટેજ જોવા દેવા બાબતે જીદ કરી હતી. તેમજ ત્યારબાદ જયદેવ રામાવત દ્વારા ઉગ્ર ચાલી કરી ઝપાઝપી પણ કરવામાં આવી હતી.
તો સાથે જ પાનની દુકાન ખાતે કામ કરનારા સાહિલને ઢીકા પાટુનો માર પણ માર્યો હતો. તેમજ થોડીવાર બાદ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ બે એકટીવામાં આવી કાચની બોટલમાં જ્વલન્શીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ટી સ્ટોલ ખાતે ફેંકી હતી. તેમજ ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ડીસીપી કાર્યવાહીની વાત કરી રહ્યા છે. એટલું જ નહિ રાત્રીના પેટ્રોલિંગ વધારવા અને લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવા પણ જણાવી રહ્યા છે ત્યારે પોલીસ ની વાત નક્કર કાર્યવાહીમાં પરિણામે તેમ રંગીલા રાજકોટના નાગરિકો ઈચ્છી રહ્યા છે. હવે તે ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે