તંત્ર-મંત્ર અને ચમત્કારની વાતોમાં ફસાતા નહીં! ગુજરાતમાં સક્રિય થઈ મદારી ગેંગ, 200થી વધુ ગુનાઓને અંજામ

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમને પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ જવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા.

તંત્ર-મંત્ર અને ચમત્કારની વાતોમાં ફસાતા નહીં! ગુજરાતમાં સક્રિય થઈ મદારી ગેંગ, 200થી વધુ ગુનાઓને અંજામ

નિલેશ જોશી/દમણ: દમણ પોલીસે મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક આતરાજ્ય ગેંગના બે સાગરીતોને ધરપકડ કરી છે. આરોપીઓની અત્યાર સુધી પૂછપરછ માં દમણમાં આચરેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે આ મદારી ગેંગે અત્યાર સુધી 200થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમને પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ જવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. દમણના કચીગામ, સોમનાથ ડાભેલ વિસ્તાર અને આંટિયાવાડ વિસ્તારમાં ત્રણ દિવસમાં ત્રણ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમનું વશીકરણ કરી અને સોના ચાંદીના દાગીના પડાવી અને અજાણ્યા બે શખ્સો ફરાર થઈ ગયા હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. એક પછી એક સતત ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા દમણ પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. અને આરોપીઓને શોધવા તપાસ સરું કરી હતી. 

દમણ પોલીસે વશીકરણ કરી ઠગાઈ આચરતિ આ ગેંગને ઝડપવા દમણ અને વાપી ના રસ્તા ના 250 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા .સાથે જ આસપાસના વિસ્તારના 80 થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરી હતી. આખરે પોલીસને મળેલા કેટલાક સબૂતને આધારે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ થી મૂળ ફરીદાબાદના બે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં ઈરફાન શાકિર અહેમદ અને સિકલ ઉર્ફે શેરખાન સાથે તેમને મદદ કરનાર દમણથી એક રીક્ષા ચાલક રાધે કુમાર યાદવને પણ દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે.

દમણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને દમણ લાવી આગવી ઢબે પૂછપરછ કરતા આ ગેંગે દમણમાં આચરેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આરોપીઓએ કચીગામ, ડાભેલ સોમનાથ અને આંટિયાવાડમાં મહિલાઓને હિપ્નોટાઈઝ કરી તેમના દાગીના પડાવી લીધા હોવાની દાખલ થયેલી ફરિયાદના ભેદ ઉકેલ્યા છે અને આરોપીઓ પાસેથી સોનાના 28 ગ્રામના દાગીના, રીક્ષા, રોકડ રકમ અને મોબાઈલ મલી અંદાજે 3.10 લાખ રૂપિયા થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યા છે. આરોપીઓની આગવી ઢબે પૂછપરછ માં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 

આ સાતિર આરોપીઓ મદારી ગેંગના સાગરીતો છે. જેઓ મોટેભાગે મોટી ઉંમરની મહિલાઓને તંત્ર મંત્ર અને ભક્તિ અને ચમત્કારની વાતો કરી તેમને વિશ્વાસમાં લે છે. અને ત્યારબાદ તેમનું વશીકરણ કરી તેમની પાસેથી સોના ચાંદીના લાખોના દાગીના પડાવી અને ફરાર થઈ જાય છે. આરોપીઓએ અત્યાર સુધી આવા 200 થી વધુ ગુનાઓ આચર્યા હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું છે. આથી દમણ પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ તેજ કરી છે.

પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ દમણ અને દાદરા નગર હવેલી ની સાથે વાપી અને મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા સહિત દેશના અનેક રાજ્યમાં આવી રીતે મહિલાઓને ભોળવી અને તેમનું વશીકરણ કરી દાગીના પડાવી લીધા હોવાના બનાવ ના ખુલાસા થયા છે. આમ આ આંતરરાજ્ય મદારી ગેંગે ગુજરાત, દમણ દાદર રહેલી સહિત દેશના અનેક રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી. 

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને ભોળવી તેમને તંત્ર મંત્ર અને ચમત્કારની વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાના બનાવ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાય છે. આમ અજાણ્યા લોકો આવી રીતે ભોળવી અને વાતો કરતા મહિલાઓ તેમના વિશ્વાસુ આવે છે. અને ત્યારબાદ તેઓએ પોતાનો બધું ખોવાનો વારો પણ આવે છે.માટે જો આપણી પાસે પણ કોઈ અજાણ્યા શકશો તંત્ર મંત્ર અને ચમત્કારની વાતો કરી આપને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે તો સાવધાન થઈ જજો. ક્યાંક અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો આપને ભારે પણ પડી શકે છે. દમણ પોલીસની આગામી તપાસમાં આરોપીઓએ આચરેલા વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા જોવાઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news