મહાકુંભમાં જનારા લોકો માટે ખુશખબર; મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનોને મળ્યું ગુજરાતના આ શહેરમાં સ્ટોપ

સંતોની ભૂમિ કહેવાથી જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી અનેક જગ્યાએથી વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી. 

મહાકુંભમાં જનારા લોકો માટે ખુશખબર; મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનોને મળ્યું ગુજરાતના આ શહેરમાં સ્ટોપ

અશોક બારોટ/જૂનાગઢ: હાલમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આ મેળામાં જવા માટે રેલવે વિભાગ દ્વારા અનેક જગ્યાએથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ સંતોની ભૂમિ કહેવાથી જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી અનેક જગ્યાએથી વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી. 

લોકોની સમસ્યાને વાચા આપતા સમાચાર 26 ડિસેમ્બરના મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં જાગૃત નાગરિક અને સંતોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. જે અનુસંધાને સાંસદ દ્વારા નવ જાન્યુઆરીના રોજ રેલવે વિભાગને પત્ર લખી અને આ ટ્રેનને સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈને વેરાવળથી બનારસ અને બનારસ થી વેરાવળ જતી ટ્રેનને બંને તરફથી જૂનાગઢનો સ્ટોપ આપવાનો નિર્ણય કર્યો છે. 

સ્ટોપ નો સમય આ મુજબ રહેશે
ટ્રેન નંબર 09591 - 22 ફેબ્રુઆરીથી વેરાવળ થી ઉપડશે અને રાતે 2:50 મિનિટે જુનાગઢ પહોંચશે અને 2:55 મિનિટ સુધી પાંચ મિનિટનો હોલ્ટ રહેશે.
ટ્રેન નંબર 09592 - 24 ફેબ્રુઆરીએ બનારસ થી ઉપડશે અને 26 ફેબ્રુઆરીએ સવારે 7:27 મિનિટે જુનાગઢ પહોંચશે. અને 7:32 સુધી પાંચ મિનિટનો હોલ્ટ રહેશે.

સંતો તથા જાગૃત નાગરિકોની વાચાને મળ્યો ન્યાય
જુનાગઢ તે સંતોની ભૂમિ કહેવાય છે. જેથી અહીંથી મહા કુંભમેળામાં જવા માટે અનેક સંતો મહંતોએ પણ તૈયારી કરી લીધી હોય છે અને અનેક સંતો આજે મહાકુંભ મેળામાં પહોંચી પણ ગયા છે પરંતુ વેરાવળથી ટ્રેન જુનાગઢ થી પસાર થાય તેમ હતી પરંતુ જુનાગઢમાં ટોપ મળ્યો નહોતો અને તેના લીધે અનેક સંતો મહંતો અને જાગૃત નાગરિકોમાં એવો ગણગણાટ હતો કે આ ટ્રેનને સંતોની ભૂમિ જુનાગઢમાં સ્ટોપ મળવો જ જોઈએ જેથી જાગૃત નાગરિકો અને સંતો મહંતોની માંગને રેલવે વિભાગે સ્વીકારી છે અને જુનાગઢ સ્ટોપ આપવાનો નિર્ણય લીધો છે.

સાંસદ રાજેશ ચુડાસમાએ કરી હતી રજૂઆત
9 જાન્યુઆરી 2025 ના રોજ સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે વિભાગને આ ટ્રેનને જુનાગઢ સ્ટોપ મળે તે માટે રજૂઆત કરી હતી અને રેલવે વિભાગે તેમના પત્રને ધ્યાનમાં લઇ અને આ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી અને આ ટ્રેનને બનારસ જતી વખતે અને બનારસથી આવતી વખતે બંને તરફ જુનાગઢમાં પાંચ મિનિટનો સ્ટોપ આપવાનો નિર્ણય લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news