અમેરિકાની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિનું હશે ભારત કનેક્શન, કમલા હેરિસ V/s જેડી વેન્સની ટક્કર
રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સની પત્ની ઉષા ચિલુકુરી ભારતીય મૂળના છે. તે સૈન ફ્રાન્સિસ્કોના એક વરિષ્ટ વકીલ છે. ઉષાના માતા-પિતા આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પમારૂ ગામના રહેવાસી છે, જે બાદમાં અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે... જેમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ફરી જાહેર કરવામાં આવ્યું... તો ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જેડી વેન્સને પસંદ કરાયા... ત્યારે બંને પાર્ટી તરફથી આ ચૂંટણીમાં મોટું ઈન્ડિયા કનેક્શન સામે આવ્યું છે... ત્યારે અમેરિકામાં કોઈપણ રાષ્ટ્રપતિ બને પરંતુ ઉપ રાષ્ટ્રપતિનું શું છે ઈન્ડિયા કનેક્શન?... જોઈશું આ અહેવાલમાં.
જી,હા... અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે... કેમ કે પેન્સિલ્વેનિયામાં જીવલેણ હુમલામાં માંડ-માંડ બચી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે પાર્ટીએ રાષ્ટ્રપતિ પદન ઉમેદવાર જાહેર કર્યા.... જ્યારે ટ્રમ્પે ઓહાયોના સેનેટર જેડી વેન્સને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી.
અમેરિકામાં ભલે રાષ્ટ્રપતિ કોઈપણ બને, પરંતુ તેનું ભારતીય કનેક્શન ન હોય તો જ નવાઈ.. કેમ કે 2020માં યોજાયેલી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ભારતીય કનેક્શન ખૂલ્યું હતું.... કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન તમિલનાડુના તિરુવરુવરના રહેવાસી હતા.
કમલા હેરિસ આ વખતે પણ રેસમાં છે... ત્યારે કમલા હેરિસની કારકિર્દી પર નજર કરીએ તો...
કમલા હેરિસનો જન્મ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં થયો હતો...
તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો...
કમલા હેરિસ સેનેટમાં 3 એશિયાઈ અમેરિકી સભ્યોમાંથી એક છે...
કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનનારા પહેલાં અશ્વેત મહિલા છે...
ટાઈમ મેગેઝીને 2020માં તેમને પર્સન ઓફ ધ યર જાહેર કરી હતી...
ઓબામાના કાર્યકાળમાં તે ફીમેલ ઓબામાના નામથી લોકપ્રિય હતા.
આ વખતની ચૂંટણીમાં પણ રિપબ્લિકન પાર્ટીએ ઈન્ડિયાનું કનેક્શન ધરાવતા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કર્યા છે... રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સની પત્ની ઉષા ચિલુકુરી ભારતીય મૂળના છે.... જ્યારે જેડી વેન્સનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઉષા ત્યાં હાજર હતા.
ઉષા ચિલુકુરી ક્યાંના છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે...
ઉષાનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો...
તેમના માતા-પિતા મૂળ રીતે આંધ્ર પ્રદેશના રહેવાસી હતી...
ઉષાએ યેલ યુનિવર્સિટીમાંથી ઈતિહાસનો અભ્યાસ કર્યો...
ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મોડર્ન હિસ્ટ્રીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી...
ઉષા સાન ફ્રાંસિસ્કોના જાણીતા વકીલ છે..
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ઉષાની મુલાકાત જેડી વેન્સ સાથે થઈ... અને પછી બંનેએ 2014માં કેન્ટકી શહેરમાં હિંદુ રીત-રિવાજો સાથે લગ્ન કરી લીધા.
ઉષાએ અમેરિકી સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ લો ફર્મમાં કામ કર્યુ છે... સિવિલ લિટિગેશન મામલા ઉકેલવામાં તેમણે મહારત હાંસલ કરી છે... જેડીએ ઉષાને પોતાની ઉમદા પાર્ટનર ગણાવી છે... હાલમાં તે પોતાના પતિની સાથે ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે... ત્યારે આ વખતે અમેરિકાની ચૂંટણીમાં ભારતના બે રાજ્યના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે