હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ

Waiter Left Shocked After Getting 8 Lakh Tip: સામાન્ય રીતે તમે હોટલમાં જમવા જતા હો તો જેટલાનું બિલ આવ્યું હોય તેનાથી ઓછા પ્રમાણમાં ટીપ આપતા હો છો. બિલ કરતા પણ વધારે ટીપ આપવાનું લગભગ ક્યારે બનતું નથી હોતું. પરંતુ શખ્સ એવો છે જે હોટલમાં જમવા ગયો તો તેનું બિલ આવ્યું 42 હજાર રૂપિયાનું. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે તેણે બિલ ભર્યા બાદ વેટરને 8 લાખ રૂપિયાની ટીપ આપી દીધી.

હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ

Waiter Left Shocked After Getting 8 Lakh Tip: એક કરોડપતિ શક્સ હોટલમાં જમવા ગયો હતો. જ્યાં જમ્યા બાદ વેટરને 8 લાખ રૂપિયાની ટીપ આપી દીધી. આટલી મોટી રકમ ટીપમાં મળતા ખુદ મહિલા વેટર આશ્ચર્ય સાથે ભાવુક થઈને રોવા લાગી હતી. પરંતુ આટલી રકમ ટીપમાં મળ્યા બાદ મહિલાએ પણ વિદેશમાં ફરવા જવાનું મૂડ બનાવી લીધું. એટલું જ નહીં આ ટીપના રૂપિયામાંથી તેણે હોટલના સાથી કર્મચારીઓને પણ રૂપિયા આપ્યા. એવું કહેવાય છે આ ટીપ આપનાર કરોડપતિ ક્રિપ્ટો કરન્સીનો બિઝનેશમેન છે.

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં બની ઘટના
આ અજીબ ઘટના છે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરની. અહીં એક હોટલમાં લોરેન નામની વેટર કામ કરે છે. જે ગ્રાહકને ખાવાનું પીરસવા ગઈ અને જમ્યા બાદ બિલ લઈને ગઈ તો ખુદ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. 42 હજાર રૂપિયાના જમવાના બિલ પર 8 લાખ રૂપિયાની ટીપ મળતા મહિલા બે ઘડી વિચારમાં પડી ગઈ હતી. આટલી મોટી રકમની ટીપ કોઈ લોટરી લાગવાથી કમ નહોંતી.

હજુ પણ સાચવ્યું છે બિલ
મળતી માહિતી મુજબ લોરેન એક વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિની છે. ત્યારે લોટર સમાન મળેલી ટીપના ખાસ બિલને લોરેને હજુ પણ સાચવીને રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના લોકલ મીડિયા સાથે વાત કરતા લોરેને કહ્યું મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે ટીપમાં કોઈએ 8 લાખ રૂપિયા આપ્યા. આ મારા માટે જિંદગીના સૌથી મોટા સરપ્રાઈઝથી ઓછું નહોંતું.

ખુશીના લીધે રડવા લાગી યુવતી
લોરેને કહ્યું 4 લોકો જમવા આવ્યા હતા જેમને તેણે ખાવાનું પીરસ્યું હતું. જમ્યા બાદ જ્યારે તેણે 42 હજાર રૂપિયાનું બિલ આપ્યું તો ગ્રાહકોએ તેમાં 8 લાખ રૂપિયાનો ઉમેરો કરવાનું કહ્યું. લોરેને જેવું આ સાંભળ્યું કે તેનું મગજ કામ કરવાનું થોડીવાર માટે બંધ કરી દીધું. જેથી તેણે બીજી એક સાથી કર્મચારીને બોલાવી કહ્યું કે આ શું કહેવા માગે છે. જે બાદ લોરેન ખુબ જ ભાવુક થઈ ગઈ હતી. જો કે મેનેજરને પૂછ્યા બાદ ટીપનો સ્વીકાર કર્યો હતો.

ટીપના રૂપિયે વિદેશ જવાનો પ્લાન
8 લાખ રૂપિયા ટીપમાં મળ્યા બાદ લોરેને પણ દરિયાદિલી બતાવી હતી. 8 લાખમાંથી લોરેને અઢી લાખ રૂપિયા તો સાથી કર્મચારીઓને આપી દીધા હતા. આ સિવાયના બચેલા રૂપિયા સાડા પાંચ લાખથી તે વિદેશ યાત્રાનું પ્લાનિંગ કરી રહી છે. વિદેશની યાત્રાએ જઈને નવી વસ્તુ શિખવાની તૈયાર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news