ફેમસ અભિનેત્રીની હત્યા પતિએ જ કરી, મિત્રએ પણ આપ્યો સાથ; એક નાનકડી દોરીથી ખુલ્યું રહસ્ય
Trending Photos
Raima Islam shimu Murder: બાંગ્લાદેશની ફેમસ અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુની હત્યાના મામલે પોલીસે તેના પતિને જ આરોપી બનાવ્યો છે. પોલીસે અભિનેત્રીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. અભિનેત્રીની હત્યામાં આરોપી પતિનો તેના મિત્રએ પણ સાથ આપ્યો હતો. નોંધવા જેવી વાત એ છે કે આ હાઈ પ્રોફાઈલ હત્યાકાંડનો ખુલાસો એક પ્લાસ્ટિકની દોરીના કારણે થયો.
ઢાકાથી થોડે દૂર મળ્યો હતો મૃતદેહ
બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ 'ધ ડેઈલી સ્ટાર' એ 45 વર્ષની અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુના ગાયબ થવાની જાણકારી આપી હતી. અભિનેત્રીનો મૃતદેહ મંગળવારે ઢાકાથી થોડે દૂર હજરતપુર બ્રિજ પાસે કેરાનીગંજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
પતિ અને તેના મિત્રની ધરપકડ
સ્થાનિક લોકોએ અભિનેત્રીના મૃતદેહ અંગે પોલીસને જાણકારી આપી હતી. મૃતદેહ કબજામાં લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. ત્યારબાદ પોલીસે અભિનેત્રીના પતિ અને તેના મિત્રની ધરપકડ કરી.
પ્લાસ્ટિકની દોરીથી થયો ખુલાસો
પોલીસ ન્યૂઝ વેબસાઈટ મુજબ આ કેસના ખુલાસામાં પ્લાસ્ટિકની એક દોરી મહત્વનો પુરાવો બની અને આ પુરાવાના આધારે જ બંને આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચ્યા. એક પ્લાસ્ટિકની દોરીના કારણે પોલીસ આ મામલાનો ઉકેલ લાવવામાં સફળ રહી. જે બોરીમાં અભિનેત્રી રાઈમાની લાશ મળી હતી તેના માથાને પ્લાસ્ટિકની દોરીથી બાંધવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિકની દોરી સાથે મળતું એક બંડલ પોલીસને અભિનેત્રીના પતિની કારમાંથી મળી આવ્યું.
પતિએ ગુનો કબુલ્યો
પોલીસે જ્યારે આરોપી પતિ પર દબાણ સર્જ્યુ તો તેણે પોતાનો ગુનો કબુલી લીધો. આરોપીએ અભિનેત્રીની હત્યા કબુલતા આખી વાત પોલીસને અથથી ઈતિ જણાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે