ઇમરાન ખાનની ધરપકડને હાઈકોર્ટે ગણાવી યોગ્ય, પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ઈન્ટરનેટ બંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની પાકિસ્તાન રેન્જર્સે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદથી ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે ઇમરાન ખાનની ધરપકડને કાયદેસર ગણાવી છે. કોર્ટે કહ્યું કે ધરપકડ પાકિસ્તાનના કાયદા અનુસાર છે. આ મામલામાં ઇસ્લામાબાદ આઈજી વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ પણ કરવામાં આવી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારને કોર્ટ પરિસરમાં થયેલી તોડફોડને લઈને કેસ દાખલ કરવાનું કહ્યું છે. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોના ડાયરેક્ટર જનરલ અને સરકારી વકીલને સાંભળ્યા બાદ આ નિર્ણય આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર બંધ
પાકિસ્તાનમાં સરકારે અફવાઓ પર વિરામ માટે યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વિટરને બંધ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે માત્ર સરકારી સંસ્થાઓને સોશિયલ મીડિયા ઉપયોગની મંજૂરી હશે. આ નિર્ણય અફવાઓ પર પ્રતિબંધ લગાવવા માટે કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં સરકારી ઇમારતોની સુરક્ષા વધારવામાં આવી
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડ બાદ ઉભી થયેલી સ્થિતિને જોતા સરકારી ઇમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નિવાસ, સંસદ, પોલીસ મુખ્યાલય અને મંત્રીઓના આવાસની આસપાસ મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે. સૈન્ય પરિસરોની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં લશ્કરી કાયદાની તૈયારીમાં સેના! બેઠક બોલાવી
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદથી સેનાને નિશાન બનાવવામાં આવી રહી છે. લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને ક્વેટામાં સેનાના વરિષ્ઠ અધિકારીઓના ઘરો પર હુમલા થયા છે. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો થયો છે. આ સિવાય મિયાંવાલી એરબેઝ પર એક એરક્રાફ્ટ સ્ટ્રક્ચરમાં પણ આગ લાગી હતી. આ પછી સેનાએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાકિસ્તાનમાં માર્શલ લો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
શાહબાઝ સરકારે કહ્યું- ઈમરાન દેશના દુશ્મનોને મળ્યા
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે ઈમરાન ખાન દેશના દુશ્મનો સાથે મિલીભગતમાં છે. તેઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. તેઓએ ખોટા માધ્યમથી હજારો કરોડની સંપત્તિ ઊભી કરી છે. તેણે આરોપ લગાવ્યો કે ઈમરાન ખાનની ધરપકડ દરમિયાન રેન્જર્સ દ્વારા કોઈ બળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષાકર્મીઓએ હાઈકોર્ટમાં તોડફોડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે