Israel Hamas War: અમેરિકાના બદલાયા સૂર! ઈઝરાયેલને આપી ચેતવણી, જાણો શું કહ્યું?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે 10માં દિવસે પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધીમાં બંને તરફથી હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે. તથા અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે યુદ્ધના શરૂઆતી સમયમાં ઈઝરાયેલને સાથ આપનારા અમેરિકાના સૂર પણ હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે.
Trending Photos
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે 10માં દિવસે પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધીમાં બંને તરફથી હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે. તથા અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે યુદ્ધના શરૂઆતી સમયમાં ઈઝરાયેલને સાથ આપનારા અમેરિકાના સૂર પણ હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં ઈઝરાયેલે ગાઝા પર પૂર્ણ સ્વરૂપથી હુમલો કરતા પહેલા લોકોને ગાઝાપટ્ટી ખાલી કરવાનું કહ્યું છે. જેના પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના નિયંત્રણ અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ દ્વારા તેલ અવીવની મુલાકાત કરવાના નિમંત્રણને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વિચાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે રવિવારે ગાઝા પટ્ટી પર લાંબા સમય સુધી ઈઝાયેલના કબજા વિરુદ્ધ ચેતવણી આપી કારણ કે વ્હાઈટ હાઉસે ક્ષેત્રીય સંકટ વધવાની આશંકા સાથે દેશ માટે સમર્થનને સંતુલિત કરવાની કોશિશ કરી છે.
આંતરિક ચર્ચાથી પરિચિત બે લોકોના જણાવ્યાં મુજબ ઈઝરાયેલની મુલાકાત કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક પ્રવક્તાએ કહ્યું કે વ્હાઈટ હાઉસ પાસે હાલ જાહેરાત કરવા માટે કોઈ યાત્રા નથી. પરંતુ સંભવિત યાત્રા અને ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓ તથા સંપૂર્ણ ક્ષેત્રમાં અરબ નેતાઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓની સ્વીકૃતિ નવા સંકત તરીકે જોવામાં આવી રહી છે કે અમેરિકા હવે આ સંકટને હજુ વધુ વધારતા રોકવાની કોશિશ કરી રહ્યું છે.
સીબીએસ ન્યૂઝના 60 મિનિટ્સ સાથે એક ઈન્ટરવ્યુમાં બાઈડેને પોતાના વિશ્વાસ પર ભાર મૂક્યો કે ઈઝરાયેલ યુદ્ધના નિયમો મુજબ કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવાઓ, ભોજન, અને પાણી સુધી પહોંચ મળશે. તેમણે એ પણ કહ્યું કે તેમનું માનવું છે કે ઈઝાયેલે લાંબા સમય સુધી વિસ્તારને નિયંત્રિત કરવો જોઈએ નહીં તેની જગ્યાએ વિસ્તારને પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા શાસિત થવું જોઈએ. બાઈડેને કહ્યું કે મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. તેમણે કહ્યું કે જો મારા વિચારથી ગાઝામાં જે થયું, તે હમાસ છે અને હમાસના ચરમ તત્વો તમામ પેલેસ્ટાઈનના લોકોનું પ્રતિનિધિત્વ કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે