પૈસા બચાવવા આવી કેવી કંજૂસાઈ! 23 વર્ષ સુધી ન કરી નવા કપડાંની ખરીદી, 3 વર્ષ સુધી ધોયા નહીં જૂના કપડાં
આપણે બધા જાણીએ છીએ કે ખોટો ખર્ચ કરવો ઘણો ખરાબ હોય છે. પરંતુ એક મહિલા પૈસા બચાવવા માટે એટલી કંજૂસાઈ પર ઉતરી ગઈ કે તેણે છેલ્લાં 23 વર્ષથી કોઈ કપડાં ખરીદ્યા નથી. જેના કારણે આ મહિલાની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્લીઃ અવારનવાર એવું કહેવામાં આવે છે કે નકામો ખર્ચ કરવો સારી વાત નથી. પરંતુ એક મહિલાએ આ કહેવતને કંઈક વધારે ગંભીરતાથી લીધી. અમે તમને આવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ ક જે એ હદે પૈસા બચાવે છે કે જરૂરી વસ્તુઓ માટે પણ પૈસાનો ખર્ચ કરતી નથી. ન્યૂયોર્કમાં રહેનારી કેટ હાશીમોટો પોતાની જિંદગીમાં ઉપયોગમાં આવનારી નાની-મોટી વસ્તુઓને ખરીદવામાં હંમેશા કાપ મૂકે છે. જેના કારણે તે જરૂરી સામાનને ખરીદતી નથી. તેના જણાવ્યા પ્રમાણે આ તેનો પૈસા બચાવવાનો ઉપાય છે.
સૌથી મોંઘા શહેરમાં મહિને ખર્ચ કરે છે માત્ર 14,800 રૂપિયા:
એક શોમાં વાત કરતાં કેટ હાશીમોટોએ પોતાના વિશે અનેક દિલચશ્પ વાત જણાવી. તેણે જણાવ્યું કે તે 3 વર્ષથી ન્યૂયોર્કમાં રહે છે. ભલે આ શહેર રહેવા માટે મોંઘું છે. પરંતુ તેણે અનેક એવા ઉપાય શોધી કાઢ્યા છે જેનાથી તે પોતાનો ખર્ચો ઓછો કરે છે. આ રીતે કેટ મહિનામાં રહેવા માટે તે માત્ર 14,800 રૂપિયાનો જ ખર્ચ કરે છે. કેટે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ઘર માટે ક્યારેય ફર્નીચર ખરીદતી નથી. તે હંમેશા રસ્તાના કિનારે પડી રહેલા કબાડનો ઉપયોગ ઘરના ફર્નીચર માટે બનાવી લે છે.
છેલ્લે 1998માં ખરીદ્યા હતા નવા કપડાં:
કેટે જણાવ્યું કે અનેક વાર લોકો પોતાના જૂના-તૂટેલા સામાનને ઘરના કિનારે ફેંકી દે છે તો હું તેને મારા ઘરે લઈ આવું છું. આ રીતે મેં ઘણી બચત કરી. એટલું જ નહીં. મેં છેલ્લાં 23 વર્ષથી એકપણ કપડાં ખરીદ્યા નથી. તેણે 1998માં પોતાના માટે છેલ્લે કપડાં ખરીદ્યા હતા. તેના પછી તેણે આજ સુધી કપડાં પર કોઈ ખર્ચ કર્યો નથી. જ્યારે તે નહાય છે ત્યારે તે દરમિયાન તેના કપડાં પાણીમાં ધોવાઈ જાય છે.
સાબુનો ખર્ચ બચાવવા 3 વર્ષથી કપડાં ધોયા નથી:
એક હેરાન કરનારી વાત એ છે કે કેટે અલગથી કપડાં ધોવાના સાબુનો ખર્ચ બચાવવા માટે 3 વર્ષથી કપડાં ધોયા નથી. તે ઉપરાંત તે સાંભળીને તમારું મગજ ચક્કર ખાઈ જશે કે કેટ પૈસા બચાવવા માટે ટોઈલેટ પેપર ખરીદતી નથી. તે માત્ર પાણી અને સાબુનો ઉપયોગ પોતાને સાફ કરવા માટે કરે છે. આ રીતે કંજૂસાઈ કરીને તેણે માત્ર 6 મહિનામાં 5 હજાર પાઉન્ડ એટલે કે 6 લાખથી પણ વધારે રૂપિયા બચાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે