Mehul Choksi ને મળ્યા જામીન, ખરાબ સ્વાસ્થ્યના આધારે કોર્ટે આપી રાહત
Mehul Choksi ને ડોમિનિકા કોર્ટે મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. તેની વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને હાલ રોકી દેવામાં આવી છે.
Trending Photos
રોસેઉઃ ભારતીય બેન્કોનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગેલા કારોબારી મેહુલ ચોકસીને મેડિકલના આધાર પર રાહત મળી છે. આ સાથે તેને એન્ટીગા એન્ડ બારબૂડા જવાની મંજૂરી મળી ગઈ છે. તેની આશરે બે મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી ભારતીય એજન્સીઓ તેના પ્રત્યર્પણનો પ્રયાસ કરી રહી હતી. હાલ ચોકસીને શરતી જામીન મળ્યા છે.
રિપોર્ટ પ્રમાણે ચોકસી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર દાખલ થવાને લઈને જે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી, તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ચોકસીને સારવાર માટે એન્ટીગા જવાની મંજૂરી મળી ગઈ છે.
2018થી એન્ટીગુઆમાં છે ચોકસી
મહત્વનું છે કે મેહુલ ચોકસી ભારતથી ફરાર થયા બાદ 2018થી એન્ટીગુઆમાં રહે છે. હાલમાં તે લાપતા થયો હતો. તેના પરિવારજનોએ ચોકસીના અપહરણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાને લઈ તેની ધરપડક કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. ચોકસીએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન માંગ્યા હતા. તેના આધારે તેને રાહત મળી છે.
પીએનબી કૌભાંડમાં છે વોન્ટેડ
મહત્વનું છે કે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્કના 13500 કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં વોન્ટેડ છે. ભારત સરકાર સતત એન્ટીગુઆથી તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે