Pakistan: ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 24 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે 9 નવેમ્બરની સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ ધડાકામાં 24 લોકો માર્યા ગયા છે. જ્યારે 50થી વધુ ઘાયલ છે.
Trending Photos
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે 9 નવેમ્બરની સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ ધડાકામાં 24 લોકો માર્યા ગયા છે. જ્યારે 50થી વધુ ઘાયલ છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે મુસાફરો સવારે 9 વાગે પેશાવર માટે રવાના થઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે પ્લેટફોર્મ પર ભેગા થયા હતા ત્યારે આ ધડાકો થયો. વિસ્ફોટ પાકિસ્તાની સેનાના જવાનોને ટાર્ગેટ કરીને કરાયો હતો.
સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) ઓપરેશન્સ મોહમ્મદ બલૂચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિસ્ફોટની તપાસ ચાલુ છે. આ ધડાકો પેશાવર જતી ટ્રેન રવાના થવાની તૈયારી હતી ત્યારે રેલવે સ્ટેશન પર ધડાકો થયો. તેમણે વધુમાં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ તો આ આત્મઘાતી હુમલો લાગે છે પરંતુ અત્યારે કઈ પણ કહેવું તે ઉતાવળભર્યું હશે.
પાકિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન નજીક બ્લાસ્ટ બ્લાસ્ટ થતા 22 લોકોના મોત, 45 જેટલા લોકો ઘાયલ#Pakistan #BreakingNews #News #Quetta pic.twitter.com/1OmsAsHrlW
— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2024
BLA એ લીધી જવાબદારી
જો કે બલૂચિસ્તાનની આઝાદી માટે ઉગ્રવાદી આંદોલન ચલાવનારી બલૂચ લિબરેશન આર્મી (BLA) ની મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. ઉગ્રવાદી સમૂહે કહ્યું કે તેણે ક્વેટામાં રેલવે સ્ટેશન પર સૈન્યકર્મીઓને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો.
ખુરાસાન ડાયરીએ ક્વેટાના અધિકારીના હવાલે જણાવ્યું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક આત્મઘાતી હુમલાખોરે જાફર એક્સપ્રેસના વેઈટિંગ એરિયામાં પોતાને ઉડાવી દીધો. આ એરિયામાં સુરક્ષાકર્મી બેઠા હતા. વિસ્ફોટમાં અનેક નાગરિકો પણ માર્યા ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે