ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે.

ભારતે સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મૂકતા પાકિસ્તાનને લાગ્યા મરચા

ઈસ્લામાબાદ: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત પાસેથી કોઈ પણ સદભાવનાની આશા રાખી શકાય નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવસ્તા ડો.મોહમ્મદ ફૈઝલે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગમાં સિયાચીનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે "ભારત કેવી રીતે સિયાચીનને પર્યટકો માટે ખોલી શકે છે? આ એક વિવાદિત ક્ષેત્ર છે જેના પર ભારતે જબરદસ્તીથી કબ્જો જમાવેલો છે. અમે ભારત પાસેથી કોઈ સદભાવનાની આશા રાખી શકીએ નહીં. અમે હંમેશા ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી."

ફૈઝલે એકવાર ફરીથી કાશ્મીર પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે ભારતે વિદેશી પ્રતિનિધિમંડળોને કાશ્મીર જવા દેવા જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે મુસાફરો માટે કરતારપુર આવવામાં ભારત દ્વારા અડચણો પેદા કરવામાં આવી રહી છે. જ્યારે પાકિસ્તાન તરફથી કોઈ અડચણ નથી. પ્રવક્તાએ લંડનમાં રહેતા મુત્તહિદા કૌમી મૂવમેન્ટના એક જૂથના નેતા અલ્તાફ હુસૈનના ભારતીય ચેનલને આપેલા ઈન્ટરવ્યુ પર ચિંતા વ્યક્ત કરી જેમાં હુસૈને ભારતમાં શરણ આપવાની ગુહાર લગાવી હતી. તેમણે  કહ્યું કે પાકિસ્તાન આ મામલાને જોઈ રહ્યું છે અને તેનો વિસ્તૃત જવાબ આપવામાં આવશે. 

જુઓ LIVE TV

પ્રવક્તાએ એ દાવાને ફગાવી દીધો કે નેપાળમાં થોડા વર્ષો પહેલા અપહરણ કરાયેલા પાકિસ્તાન સેનાના પૂર્વ લેફ્ટેનન્ટ કર્નલ હબીબ ઝાહિરનું મોત થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે હબીબના મોતનું જે સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવી રહ્યું છે તે નકલી લાગે છે. તેમણે કહ્યું કે ભારતીય સીમા પાસે નેપાળમાં અપહરણ કરાયેલા હબીબને લઈને તેમના પરિજનો અને પાકિસ્તાન સરકાર ચિંતિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news