આ પોર્ન સ્ટાર 7 સેક્સ ક્રાઇમમાં આરોપી, 330 વર્ષની થઈ શકે છે જેલ

પોર્ન સ્ટાર રોન જેરેમી (Porn star Ron Jeremy) સામે બુધવાર (28 ઓક્ટબર)ના બળાત્કાર અને યૌન શોષણ (rape & sexual assault)ના વધારાના 7 કેસ નોંધાયા છે. જેરેમી વિશે લોસ એન્જલસ ડિસ્ટ્રિક્ટ એટોર્નીના કાર્યાલય (Los Angeles District Attorney office)ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એડલ્ટ ફિલ્મોના પોર્ન સ્ટાર રોન જેરેમી પર વધારાના 7 યૌન શોષણના કેસ સામે આવ્યા છે.
આ પોર્ન સ્ટાર 7 સેક્સ ક્રાઇમમાં આરોપી, 330 વર્ષની થઈ શકે છે જેલ

નવી દિલ્હી: પોર્ન સ્ટાર રોન જેરેમી (Porn star Ron Jeremy) સામે બુધવાર (28 ઓક્ટબર)ના બળાત્કાર અને યૌન શોષણ (rape & sexual assault)ના વધારાના 7 કેસ નોંધાયા છે. જેરેમી વિશે લોસ એન્જલસ ડિસ્ટ્રિક્ટ એટોર્નીના કાર્યાલય (Los Angeles District Attorney office)ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એડલ્ટ ફિલ્મોના પોર્ન સ્ટાર રોન જેરેમી પર વધારાના 7 યૌન શોષણના કેસ સામે આવ્યા છે.

એડલ્ટ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે જેરેમી
67 વર્ષીય રોન જેરેમી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. જેરેમી સામે જૂન મહિનામાં ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવાનો અને ચોથા કેસમાં તેની પર યૌન શોષણ (Sexually Assaulting)નો આરોપ મૂકાયો હતો. ચોથો યૌન શોષણ (Sexually Assaulting)નો કેસ વર્ષ 2014નો છે. ત્યારબાદ મહિલાઓએ જેરેમી સામે પોલીસમાં ફરિયાદ કરવી શરૂ કરી હતી.

15થી 54 વર્ષની મહિલાઓએ લગાવ્યો બળાત્કારનો આરોપ
ડિસ્ટ્રિક્ટ એટોર્ની ઓફિસના નિવેદન અનુસાર, જેરેમી સામે દાખલ નવા કેસમાં બળાત્કારના ત્રણ આરોપો છે. આ પહેલા જેરેમી પર 15થી 54 વર્ષની 17 મહિલાઓએ જાતીય સંબંધ અને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બુધવારે, જેરેમીએ નવા કેસોમાં પોતાને દોષી નહીં હોવાની દલીલ કરી. તેના આરોપની સુનાવણી માટે અગાઉ 14 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

2000થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે જેરેમીએ
જેરેમી પર આરોપ છે કે તેણે વર્ષ 2004માં લોસ એન્જલસમાં યોજાયેલી એક પાર્ટી દરમિયાન 15 વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હતું. તેના પર મોટાભાગના આક્ષેપો વેસ્ટ હોલીવુડ બાર નામના સ્થળ સાથે સંબંધિત છે, જ્યાં તે અવારનવાર જતા રહે છે. રોન જેરેમીએ 1970ના દાયકાથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી જેરેમીએ 2000થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

દોષી સાબિત થાય તો 330 વર્ષથી વધુ આજીવન કેદ
જેરેમીના નામે અત્યાર સુધીમાં બળાત્કારના ટોટલ 11 કેસ અને 8 યોન શોષણના વધારાના 16 અન્ય યોન ગુના કેસ નોંધાયેલા છે. જો રોન જેરેમી આ બધા કેસોમાં દોષી સાબિત થાય છે, તો તેને 330 વર્ષથી વધુની કેદની સજા થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news