Queen Cleopatra: સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી આ રાણી, રહસ્ય જાણવા પુરૂષોનો કરતી 'શિકાર'
Egypt Queen Cleopatra: પ્રાચીન મિસ્ત્રની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રા તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમની સુંદરતા પર દરેક રાજા અને રાજકુમાર મોહિત થઈ જતા હતા. તેમણે તેમની સુંદરતા અને દુષ્ટ મનના દમ પર મિસ્ર પર શાસન કર્યું હતું.
Trending Photos
Queen Of Egypt Cleopatra: રાજા અને રાજકુમારોની વાર્તાઓ તો તમે ઘણી સાંભળી હશે. જેણમે પોતાની તાકાત અને બુદ્ધિના દમ પર દુનિયામાં ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ આજે અમે તમને એક એવી રાણી વિશે જણાવી રહ્યા છે, જે ખુબ જ સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી પણ માનવામાં આવતી હતી. તેણે એકલા હાથે રાજ કર્યું હતું. તે રાણીનું નામ છે ક્લિયોપેટ્રા.
ક્લિયોપેટ્રાએ મિસ્ર પર 51 BC થી 30 BC સુધી પ્રાચીન મિસ્ર પર શાસન કર્યું હતું. જોકે, તેમના મોત બાદ રોમન સામ્રાજ્યએ દેશને નિયંત્રણમાં લીધો હતો. ક્લિયોપેટ્રા તે સમયની દુનિયાની સૌથી સુંદર રાણી કહેવાતી હતી. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે તે દરરોજ 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. સુંદરતાની સાથે સાથે તે ઘણી બુદ્ધિશાળી પણ હતી.
આઠ ભાષાઓનું હતું જ્ઞાન
ગ્રીક રિપોર્ટરના અહેવાલ અનુસાર, ક્લિયોપેટ્રા મિસ્રની ભાષા શીખનાર પહેલી ટોલેમી શાસક હતી. તેમનાથી પહેલાના તમામ લોકો માત્ર ગ્રીક બોલતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે, તેને 8 ભાષાઓનું જ્ઞાન હતું. તે સરળતાથી ઇથોપિયન, હીબ્રુ, અરામાઇક, અરબી, સિરિયાક, મેડિયન, પાર્થિયન અને લેટિન ભાષા બોલતી હતી.
પિતાના નિધન બાદ સંભાળી સત્તા
ક્લિયોપેટ્રા નામ પ્રાચીન ગ્રીક શબ્દ kléos પરથી આવે છે. જેનો અર્થ છે મહિમા. ક્લિયોપેટ્રાના પિતા ટોલેમી XII હતા. જ્યારે તેની માતા ક્લિયોપેટ્રા વી ટ્રિફેના હતી. જ્યારે તેમના પિતાનું નિધન થયું તે સમયે ક્લિયોપેટ્રા 18 વર્ષની હતી.
લોકો સાથે જોડાઈને જાણી લેતી હતી રહસ્યો
ક્લિયોપેટ્રાની રાજનીતિ, સંપર્ક બનાવવાની કળા અને સતત બદલાવ કરવાની ક્ષમતાએ તેને પ્રાચીન દુનિયાની એકમાત્ર મહિલા શાસક બનાવી હતી. તે એક ચતુર નેતા હતી. આ કારણ હતું કે તે ખુબ જ જલદીથી કોઈપણ સાથે જોડાઈ જતી અને તેના બધા રહસ્યો જાણી લેતી હતી. તે પુરૂષો સાથે સંબંધ બનાવી સરળતાથી તેમના રહસ્યો જાણી લેતી હતી.
39 વર્ષની વયે થયું મોત
ક્લિયોપેટ્રાનું નિધન માત્ર 39 વર્ષની વયે થયું હતું. પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે આજ સુધી એક રહસ્ય છે. તેમનું નામ ઇતિહાસમાં એક એવા વ્યક્તિત્વ તરીકે નોંધાયેલું છે જે રહસ્યોથી ભરેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે