હૈરી સ્ટાઇલ સ્ટાઇલના કોન્સર્ટ પહેલાં ડેનમાર્કના શોપિંગ મોલમાં ફાયરિંગ
યૂરોપીયાઇ દેશ ડેનમાર્કમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ડેનિશ પોલીસે જણાવ્યું કે રવિવારે ગોળીબારીમાં ઘણા લોકો ઘાયલ થયા છે. કોપેનહેગન પોલીસે ટ્વીટ કર્યું કે શહેરના કેન્દ્ર અને હવાઇ અડ્ડા વચ્ચે અમેગર જિલ્લામાં મોટા ફીલ્ડ મોલની આસપાસ પોલીસ ટુકડી ગોઠવવામાં આવી છે.
Trending Photos
કોપેનહેગન: યૂરોપીયાઇ દેશ ડેનમાર્કમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ડેનિશ પોલીસે જણાવ્યું કે રવિવારે ગોળીબારીમાં ઘણા લોકો ઘાયલ થયા છે. કોપેનહેગન પોલીસે ટ્વીટ કર્યું કે શહેરના કેન્દ્ર અને હવાઇ અડ્ડા વચ્ચે અમેગર જિલ્લામાં મોટા ફીલ્ડ મોલની આસપાસ પોલીસ ટુકડી ગોઠવવામાં આવી છે. પોલીસે કહ્યું કે અમે ઘટનાસ્થળે પહોંચી ગયા છીએ, જ્યાં ઘણા લોકોને ગોળી વાગી છે. એક વ્યક્તિને આ મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ફાયરિંગના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પહેલા ફાયરિંગ બાદ મોલમાં હડકંપ મચી ગયો. લગભગ 100થી વધુ લોકો મોલની બહાર ઝડપથી નિકળ્યા. પોલીસે તેમના આવવા સુધી લોકોને બિલ્ડીંગમાં સુરક્ષિત સ્થળે રાહ જોવાની અપીલ કરી છે. તો બીજી તરફ લોકો બહાર આવી ગયા અને બિલ્ડીંગની દૂર જવા માટે કહેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે