ફ્લોર ટેસ્ટ પહેલાં ધારાસભ્યોની મેરેથોન મીટીંગ, શિંદે સરકારે તૈયાર કરી રણનીતિ
Maharashtra Assembly floor test: મહારાષ્ટ્રની રાજકારણ માટે સોમવારે એટલે કે 4 જુલાઇનો દિવસ ખૂબ મહત્વ છે. સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનાર ફ્લોર ટેસ્ટ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ હશે.
Trending Photos
Maharashtra Assembly floor test: મહારાષ્ટ્રની રાજકારણ માટે સોમવારે એટલે કે 4 જુલાઇનો દિવસ ખૂબ મહત્વ છે. સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનાર ફ્લોર ટેસ્ટ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ હશે. જેને લઇને મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના ધારાસભ્યોને પોતાની ટુકડી સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે મુંબઇની એક હોટલમાં મોટી રાત સુધી બેઠક કરતા રહ્યા. આ બેઠકમાં સોમવારે થનાર ફ્લોર ટેસ્ટની રણનીતિ તૈયાર કરવામાં આવી.
રાહુલ નાર્વેકર ચૂંટાયા સદનના અધ્યક્ષ
રવિવારે શરૂ થયેલા વિધાનસભાના વિશેષ બે દિવસીય સત્રના પહેલાં દિવસે ભાજપ ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મતોના સમર્થનમાં અને તેમના વિરૂદ્ધ 107 મતો સાથે સદનનું અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્રારા શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી જાહેર કરવાના થોડા દિવસો બાદ શિવસેનાની અંદર મતભેદ સામે અવ્યા છે.
શિવસેનાના બંને જૂથોમાં વ્હીપને લઇને વિવાદ
મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરને ચૂંટવાને લઇને શિવસેનાની બે ટુકડી વચ્ચે વ્હીપને લઇને વિવાદ થયો. આ પહેલાં શિવસેના અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી ટુકડીએ અલગ અલગ વ્હીપ જાહેર કરી ધારાસભ્યોને પોતાના ઉમેદવારોને વોટ આપવાના નિર્દેશ આપ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે એકનાથ શિંદેના નેતૃત્વવાળી ટુકડીના મુખ્ય સચેતક ભરત ગોગાવાલે દ્વારા મોકલેલા પત્રને રેકોર્ડમાં લેવામાં આવ્યો.
ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે લડાઇ
પત્રમાં શિવસેનાના 16 ધારાસભ્યો દ્રારા વ્હીપના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલાં ગોગાવલેએ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને ચૂંટવા માટે વ્હીપ જાહેર કરી હતી. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બાગી ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે શિવસેના, તેના ચૂંટણી ચિહન અને પ્રતિષ્ઠિત શિવસેના ભવન સહિત પાર્ટી કાર્યાલયો પર નિયંત્રણ રાખવા માટે લાંબી લડાઇ માટે તૈયાર થવાનું છે. બંને જૂથો વચ્ચે લડાઇ જલદી જ ભારતના ચૂંટણી પંચ સુધી પહોંચવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે