Farmers Protest પર બ્રિટનની સંસદમાં ચર્ચા, બ્રિટિશ સરકારે આપ્યું મોટું નિવેદન 

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) દિલ્હીની તમામ સરહદો પર 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર સોમવારે બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ. આ દરમિયાન બ્રિટિશ સરકારે કહ્યું કે કૃષિ કાયદા અને ખેડૂતોનું પ્રદર્શન ભારતનો આંતરિક મામલો છે. 
Farmers Protest પર બ્રિટનની સંસદમાં ચર્ચા, બ્રિટિશ સરકારે આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) દિલ્હીની તમામ સરહદો પર 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર સોમવારે બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ. આ દરમિયાન બ્રિટિશ સરકારે કહ્યું કે કૃષિ કાયદા અને ખેડૂતોનું પ્રદર્શન ભારતનો આંતરિક મામલો છે. 

હિંસક પ્રદર્શન પર બ્રિટિશ મંત્રીએ કરી આ વાત
બ્રિટનના રાજ્યમંત્રી નિગેલ એડમ્સે સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું કે કૃષિ કાયદા ભારત સરકારનો એક ઘરેલુ મામલો છે. યુકે સરકારનું માનવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર કોઈ પણ લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે. પરંતુ અમે એ પણ સ્વીકારીએ છીએ કે જો કોઈ વિરોધ કાયદાની લાઈન પાર કરે તો સુરક્ષાદળોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના અધિકાર છે.

વાતચીતથી સકારાત્મક પરિણામ આવવાની આશા
આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને મીડિયાની સ્વતંત્રતાને લઈને ભારત સરકાર પર દબાણ બનાવવા માટે બ્રિટનની સંસદમાં અરજી નાખવામાં આવી હતી. જેના પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. ચર્ચા દરમિયાન નિગેલ એડમ્સે આશા વ્યક્ત કરી કે ભારતસરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતના સકારાત્મક પરિણામ આવશે. 

ઉચ્ચાયોગના અધિકારી કરી રહ્યા છે નિગરાણી
તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં ઉચ્ચાયોગના અમારા અધિકારી સપ્ટેમ્બરથી કૃષિ સુધાર કાયદા વિરુદ્ધ પ્રદર્શન પર નિગરાણી કરી રહ્યા છે અને સતત અમને રિપોર્ટ મોકલી રહ્યા છે. અમે એ પણ જાણીએ છીએ કે ભારત સરકાર ખેડૂતો સાથે અનેક રાઉન્ડ વાતચીત કરી ચૂકી છે. પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું નથી. એડમ્સે ભારત-બ્રિટનની ભાગીદારીના મહત્વને દોહરાવ્યું અને કહ્યું કે બંને દેશ વૈશ્વિક પડકારોને ઠીક કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બળ તરીકે કામ કરશે. 

ખેડૂત આંદોલન પર ભારતીય ઉચ્ચાયોગે પણ આપ્યો જવાબ
બ્રિટન (Britain) ની સંસદમાં ખોટા તથ્યોના આધારે એકતરફી ચર્ચાના વિરોધમાં ભારતીય ઉચ્ચાયોગ (Indian High Commission) તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. લંડનમાં ભારતીય ઉચ્ચાયોગે કહ્યું કે ભારત સંબંધિત મુદ્દા પર એક ઈ અરજી અભિયાનને આધાર બનાવીને બ્રિટનની સંસદમાં એકતરફી ચર્ચા કરવામાં આવી. અમને આ વાતનો ઊંડો અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાની જગ્યાએ, ખોટા દાવા-પુષ્ટિ કર્યા વગરના તથ્યો વગર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર ચર્ચા કરવામાં આવી. 

ભારતીય હાઈ કમિશન (High Commission of India) દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ ચિંતાનો વિષય છે કે એકવાર ફરીથી બ્રિટિશ ભારતીય સમુદાયને ભ્રમિત કરવાની કોશિશ થઈ રહી છે. ભારતમાં અલ્પસંખ્યકોના ઈલાજ વિશે શંકા ફેલાવવામાં આવી રહી છે. કાશ્મીરમાં માનવાધિકારોના ભંગનો ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news