Myanmar માં યુદ્ધ જેવી સ્થિતિ! ટેન્ક રસ્તા પર ઉતરી પડતા અમેરિકાને ચિંતા પેઠી, જાણો શું કહ્યું?

મ્યાન્માર (Myanmar) માં તખ્તાપલટ બાદ યંગૂનના રસ્તાઓ પર સેનાની બખ્તરબંધ ગાડીઓએ સ્થિતિ તણાવપૂર્ણ બનાવી દીધી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને આવામાં દુનિયાભરના દેશોની નજર ત્યાંની સ્થિતિ પર છે. 
Myanmar માં યુદ્ધ જેવી સ્થિતિ! ટેન્ક રસ્તા પર ઉતરી પડતા અમેરિકાને ચિંતા પેઠી, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: મ્યાન્માર (Myanmar) માં તખ્તાપલટ બાદ યંગૂનના રસ્તાઓ પર સેનાની બખ્તરબંધ ગાડીઓએ સ્થિતિ તણાવપૂર્ણ બનાવી દીધી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને આવામાં દુનિયાભરના દેશોની નજર ત્યાંની સ્થિતિ પર છે. 

આ બધા વચ્ચે અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકો વિશે ચિંતા વ્યક્ત કરી છે. મ્યાન્માર સ્થિત અમેરિકી દૂતાવાસે તાજા સ્થિતિ જોતા પોતાના નાગરિકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સોમવારે એક ટ્વીટ દ્વારા અમેરિકી દૂતાવાસે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ત્યાં ટેલિકોમ સેવાઓ પણ બંધ થઈ શકે છે. 

ઘરમાંથી બહાર ન નીકળે અમેરિકનો
દૂતાવાસ તરફથી કહેવાયું છે કે યંગૂનમાં સેનાની માર્ચ દરમિયાન બપોરે એક વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી ટેલિકોમ સેવાઓ બાધિત થવાના સંકેત મળ્યા છે. મ્યાન્મારમાં રહેતા અમેરિકી નાગરિકોને અપીલ છે કે તેઓ રાતે 8 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ઘરમાંથી બહાર ન નીકળે. 

'સેનાએ કર્યું છે જંગનું એલાન'
એવું માનવામાં આવી રહ્યું છે કે સેના હવે પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કાચિનમાં સતત 9 દિવસથી સેનાના તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ મ્યાન્માર (Myanmar) ની સેના પર લોકો વિરુદ્ધ જંગનું એલાન કરવાનો આરોપ લગાવ્યો છે. 

મ્યાન્માર માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ અધિકારી ટોમ એન્ડ્રુઝ(Tom Andrews) એ કહ્યું, એવું લાગે છે કે સેનાએ મ્યાન્મારના લોકો વિરુદ્ધ જંગનું એલાન કરી દીધુ છે. અડધી રાતે છાપા મારવામાં આવી રહ્યા છે, લોકોની ધરપકડ થઈ રહી છે. તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે. ફરીથી ઈન્ટરનેટ બંધ કરાયું છે. સેનાનો કાફલો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news