અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, કતારમાં USના એફ-22 સ્ટેલ્થ ફાઈટર જેટ તહેનાત
અમેરિકાએ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે શુક્રવારે પહેલીવાર કતારમાં રડારથી બચવામાં સક્ષમ એવા એફ-22 ફાઈટર વિમાનો તહેનાત કર્યા છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાએ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે શુક્રવારે પહેલીવાર કતારમાં રડારથી બચવામાં સક્ષમ એવા એફ-22 ફાઈટર વિમાનો તહેનાત કર્યા છે.
અમેરિકી વાયુસેનાની મધ્ય સૈન્ય કમાને એક નિવેદનમાં કહ્યું કે એફ-22 રેપ્ટર સ્ટેલ્થ વિમાનોને 'અમેરિકી દળો અને હિતોની રક્ષા' માટે તહેનાત કરાયા છે. જો કે નિવેદનમાં એ નથી જણાવવામાં આવ્યું કે કેટલાક વિમાનોને કતાર મોકલવામાં આવ્યાં છે.
સંબંધિત એક તસવીરમાં કતારના અલ ઉદીદ એરબેઝની ઉપર પાંચ વિમાન ઉડાણ ભરતા જોવા મળી રહ્યાં છે. 'સ્ટેલ્થ' વિમાન રડારની પકડમાંથી બચી નીકળવામાં સક્ષમ હોય છે.
જુઓ LIVE TV
ઈરાન સાથે 2015માં થયેલા પરમાણુ કરારમાંથી અમેરિકાના બહાર નીકળી ગયા બાદથી બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધા છે.
ગત સપ્તાહ ઈરાન દ્વારા સંવેદનશીલ ખાડી જળ વિસ્તારમાં અમેરિકી ડ્રોન તોડી પડાયા બાદથી તણાવ વધી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે