ઝરણાનું પાણી નીચે પડવાને બદલે ઉડવા લાગ્યું આકાશમાં, જુઓ ચોંકાવનારો VIDEO 

આ જોરદાર ઘટનાનો વીડિયો ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરી છે. જેની લુમ સ્કોટલેન્ડનો બહુ ખૂબસુરત વોટરફોલ છે. હાલમાં સિયારા તોફાનને કારણે સ્કોટલેન્ડમાં લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે

 ઝરણાનું પાણી નીચે પડવાને બદલે ઉડવા લાગ્યું આકાશમાં, જુઓ ચોંકાવનારો VIDEO 

સ્કોટલેન્ડ : યુનાઇટેડ કિંગડમ (United Kingdom)ના સ્કોટલેન્ડમાં (Scotland) સિયારા તોફાનના કારણે ગજબનાક ઘટના જોવા મળી છે. સ્કોટલેન્ડમાં સિયારા તોફાનના કારણે જેની લુમ વોટરફોલનું પાણી જમીન પર નથી પડી રહ્યું. સિયારા તોફાન એટલું પ્રચંડ હતું કે એણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાર્થને સીધી ટક્કર આપી હતી. સિયારા તોફાનને કારણે જેની લુમ વોટરફોલનું પાણી જમીન પર પડવાને બદલે હવામાં ઉડવા લાગ્યું હતું. 

— Reuters (@Reuters) February 16, 2020

આ જોરદાર ઘટનાનો વીડિયો ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરી છે. જેની લુમ સ્કોટલેન્ડનો બહુ ખૂબસુરત વોટરફોલ છે. હાલમાં સિયારા તોફાનને કારણે સ્કોટલેન્ડમાં લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે અને અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવા પડ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દુનિયાના સમાચાર જોવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news