રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે (28 ડિસેમ્બર) કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને દુર્ઘટના બદલ માફી માંગી હતી.

રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી

Azerbaijan Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે (25 ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર J2-8243 દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુ:ખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

અઝરબૈજાન એરલાયન્સની વિમાન સંખ્યા J2-8243 દક્ષિણી રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ઘટનામાં 38 જેટલા લોકોના મોત થયા જ્યારે 29 લોકો બચી ગયા હતા. આ વિમાન J2-8243 ને દક્ષિણી રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે રશિયાના ક્ષેત્રોમાં યુક્રેની ડ્રોન દ્વારા હુમલો થઈ રહ્યો હતો. યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. 

ક્રેમલિનનું નિવેદન
રસિયાના ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો છે. વિમાનનું ડાયવર્ઝન સુરક્ષાને કારણે થયું હતું, કારણ કે તે સમયે ગ્રોઝની, મોઝડોક અને વ્લાદિકાવકાઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે તેમને નિષ્ફળ કરવા માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી.

અઝરબૈજાનની શરૂઆતી તપાસ
અઝરબૈજાનની શરૂઆતી તપાસમાં વિમાન પર બાહરી હસ્તક્ષેપની વાત કહેવામાં આવી, જેના કારણે વિમાન અનિયંત્રિત થઈ કઝાકિસ્તાન તરફ વળી ગયું. તપાસમાં વિમાનના પાંખિયામાં ગોળીના નિશાન પર જોવા મળ્યા. જે તે સંકેત આપે છે કે રશિયાની ડિફેન્સ સિસ્ટમ તરફથી વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હશે. 

રશિયાનો પક્ષ અને પક્ષીઓની અથડામણનો દાવો
આ દુર્ઘટના બાદ રશિયાએ આ ઘટનાને પક્ષીઓની ટક્કર સાથે જોડી હતી, પરંતુ અઝરબૈજાન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ આ દાવા પર સવાલો ઉઠાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news