ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગની બીમારી વિશે એવું તે શું જાણે છે? એક નિવેદનથી મચ્યો ખળભળાટ 

હાલ કોરોના વાયરસ ઉપરાંત સમગ્ર દુનિયામાં જો કોઈ અન્ય ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી હોય તો તે છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની. તેમની બીમારી બાદ નાજૂક હાલતના અહેવાલો બાદ તેમને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એટલે કે તેઓ જીવિત છે કે નહીં. જો જીવિત હોય તો મોતના અહેવાલો બાદ પણ તેઓ સામે કેમ આવતા નથી? કાં તો પછી ત્યાંની સરકાર આ અંગે કોઈ અધિકૃત નિવેદન કેમ આપતી નથી? 
ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગની બીમારી વિશે એવું તે શું જાણે છે? એક નિવેદનથી મચ્યો ખળભળાટ 

વોશિંગ્ટન: હાલ કોરોના વાયરસ ઉપરાંત સમગ્ર દુનિયામાં જો કોઈ અન્ય ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી હોય તો તે છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની. તેમની બીમારી બાદ નાજૂક હાલતના અહેવાલો બાદ તેમને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એટલે કે તેઓ જીવિત છે કે નહીં. જો જીવિત હોય તો મોતના અહેવાલો બાદ પણ તેઓ સામે કેમ આવતા નથી? કાં તો પછી ત્યાંની સરકાર આ અંગે કોઈ અધિકૃત નિવેદન કેમ આપતી નથી? 

આ અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડના એક નિવેદનથી હવે આ મામલે વધુ રહસ્ય ગહેરાયું છે. તેમણે કિમ જોંગ ઉનની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું કે 'ખુબ સારો આઈડિયા' છે. પોતાની આ જાણકારીને દુનિયા સાથે શેર કરવાની તેમણે જો કે સ્પષ્ટ ના પાડી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને લઈને મારી પાસે એખ સારો વિચાર (જાણકારી) છે.  પરંતુ હું તે અંગે વાત કરી ન શકું. હું  બસ એટલું જ કહેવા માંગુ છું કે તેઓ સારા થઈ જાય? ટ્રમ્પે આ વાત સોમવારે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદમાં જણાવી. 

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ એવા બિનઅધિકૃત અહેવાલો હતાં કે કિમ જોંગનું સ્વાસ્થ્ય સારું નથી. તેમના દાદા અને ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઈલ સુંગના 15 એપ્રિલના રોજ 108માં જન્મદિવસના અવસરે કિમ જોંગ તે કાર્યક્રમમાં ન પહોંચતા આ અફવાઓ ચગવા માંડી હતી. ત્યારબાદ પણ ઉત્તર કોરિયાના શાસકે પોતાના સ્વાસ્થ્યને લઈને આ અફવાઓ દૂર ન કરી. 

જુઓ LIVE

ટ્રમ્પે કહ્યું કે કિમ જોંગ ઉન સાથે મારા સારા સંબંધ છે. જો હું રાષ્ટ્રપતિ ન હોત તો તમે કોરિયા સાથે યુદ્ધ લડી રહ્યાં હોત. હું તમને જણાવી શકું છું કે જો હું રાષ્ટ્રપતિ ન હોત તો ઉત્તર કોરિયા સાથે યુદ્ધમાં ઊભા હોત. તેમને આશા હતી કે હું તમને આ જણાવી શકું છું? મને આશા છે કે તેઓ ઠીક છે. મને ખબર નથી કે હાલ તેઓ કેમ છે. શું આપણે તેમને જોઈ શકીશું? તમે તેમને જલદી ભવિષ્યમાં સાંભળી શકશો?

ટ્રમ્પે કિમને પરમાણુ હથિયારોને છોડવા માટે મનામણા માટે બે વાર મુલાકાત કરી હતી. અત્રે જણાવવાનું કે કેટલાક રિપોર્ટ્સમાં સેટેલાઈટ ફોટાનો હવાલો આપતા કહેવાયું કે એક ટ્રેન જે કિમની હોઈ શકે છે તેને એક સપ્તાહથી દેશના પૂર્વ તટ પર પોતાના પરિસરમાં ખડી  કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news