સુરતમાં ફસાયેલ ઉત્તર પ્રદેશના મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ
સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો કામ કરતા હોય છે. કોરોના વાયરસ (Coronavirus) ને પગલે કરાયેલા લોકડાઉન (lockdown)ને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા આ મજૂરો અટવાયા છે. તેમની આવક પર બ્રેક લાગી છે. જેને કારણે લોકડાઉનના એક મહિનામાં અનેકવાર યુપી બિહારના મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા, અને બેરોજગારી વિશે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે સુરત (Surat) માં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મજૂરોને મોકલવા માટે સુરતથી ઉત્તર પ્રદેશ બસ રવાના કરવામાં આવશે. 37 જેટલા પેસેન્જર ભરેલી બસ ઉત્તર પ્રદેશ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી અને રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે પરમીટ કરી છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો કામ કરતા હોય છે. કોરોના વાયરસ (Coronavirus) ને પગલે કરાયેલા લોકડાઉન (lockdown)ને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા આ મજૂરો અટવાયા છે. તેમની આવક પર બ્રેક લાગી છે. જેને કારણે લોકડાઉનના એક મહિનામાં અનેકવાર યુપી બિહારના મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા, અને બેરોજગારી વિશે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે સુરત (Surat) માં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મજૂરોને મોકલવા માટે સુરતથી ઉત્તર પ્રદેશ બસ રવાના કરવામાં આવશે. 37 જેટલા પેસેન્જર ભરેલી બસ ઉત્તર પ્રદેશ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી અને રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે પરમીટ કરી છે.
Breaking : અમદાવાદમાં કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાને કોરોના નીકળ્યો
હાલ લોકડાઉનને પગલે ગુજરાતના વિવિધ શહેરોમાં કામ કરતા શ્રમિકોએ વતન જવાની માંગ કરી છે. લોકડાઉન શરૂ થયાના થોડા દિવસોમાં પણ બેરોજગારીથી અકળાયેલા મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી પડ્યા હતા. ત્યારે હવે સુરતના શ્રમિકોને બસ દ્વારા ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે.
શ્રમિકો વતન ચાલતા જવા નીકળ્યા
તો બીજી તરફ, આજે સુરતમાં રહેતા યુ.પી.ના કેટલાક શ્રમિકો વતન જવા માટે પગપાળા જ ચાલી નીકળ્યા હતા. સુરતના વડોદ વિસ્તારમાં આવેલા ગણેશ નગરની આ ઘટના છે. અનેક શ્રમિકોએ પોતાના વતન જવા માટે ચાલતી પકડી હતી. સમાજના આગેવાનોએ સમજાવા પ્રયાસ પણ કર્યા હતા, તેમ છતાં હતાશ શ્રમિકો માન્યા ન હતા અને પગપાળા વતન જવા નીકળ્યા હતા.
વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા
સુરતમાં આજે 6 પોઝિટિવ નવા કેસ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. સુરતમાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના આ તમામ દર્દીઓ છે. હાલ તમામ 6 દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. તો સાથે જ દર્દીના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.
કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા
ડિંડોલીમાં પોલીસ પર હુમલો કરાયો
લોકડાઉન હોવા છતાં લોકો ઘરની બહાર નીકળ્યા હતા. જેથી બિનજરૂરી લટાર મારવા બહાર નીકળી પડેલા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. કાર્યવાહી કરતા લોકોએ પોલીસ પર માર મર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. સાથે જ હોબાળો મચાવી લોકટોળુ એકઠું થયું હતું. એટલુ જ લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ, SRP સહિતનો કાફલો પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે