અહીં પત્નીનો જન્મદિવસ ભૂલવા પર પતિને થાય છે 5 વર્ષની જેલ! નિયમો જાણીને ચોંકી જશો
આ અજીબોગરીબ કાયદો પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ દેશ સમોઆનો છે. અને આ કાયદાની અહીં કડકાઈથી પાલન કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમોઆમાં જો કોઈ પહેલીવાર પત્નીનો જન્મ દિવસ ભૂલી જાય તો તેને ચેતવણી આપવામાં વે છે. અને જો આ ભૂલ બીજી વાર થાય તો પતિને દંડ કે જેલની સજા મળે છે. કાયદામાં આ અપરાધ માટે પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ સમોઆમાં જો કોઈ પહેલીવાર પત્નીનો જન્મ દિવસ ભૂલી જાય તો તેને ચેતવણી આપવામાં આવે છે. જો આ ભૂલ બીજી વાર થાય તો પતિને દંડ કે જેલની સજા મળે છે. દુનિયામાં મોટાભાગની પત્નીઓને એવી ફરિયાદ હોય છે કે તેમના પતિ જન્મદિવસ કે લગ્નતિથિ જેવા ખાસ દિવસો ભૂલી જાય છે. અનેકવાર પતિઓ આવી ભૂલ કરે છે અને પત્નીની નારાજગી અને ગુસ્સાનો સામનો કરે છે. જો કે, બાદમાં પતિ જો પત્નીને મનાવે તો તે માની પણ જાય છે. પરંતુ કેટલાક દેશોમાં આ એટલું સરળ નથી. અનેક જગ્યાએ પતિઓએ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. અને આ કિંમત ક્યારેક પતિને મોંઘી પણ પડી શકે છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં પત્નીનો બર્થ ડે ભૂલી જવો ગુનો છે. આ માટે પતિને પાંચ વર્ષની સજા થઈ શકે છે.
આ અજીબોગરીબ કાયદો પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ દેશ સમોઆનો છે. અને આ કાયદાની અહીં કડકાઈથી પાલન કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમોઆમાં જો કોઈ પહેલીવાર પત્નીનો જન્મ દિવસ ભૂલી જાય તો તેને ચેતવણી આપવામાં વે છે. અને જો આ ભૂલ બીજી વાર થાય તો પતિને દંડ કે જેલની સજા મળે છે. કાયદામાં આ અપરાધ માટે પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
એટલું જ નહીં આ કાયદાનું પાલન કરવા માટે સમોઆમાં ખાસ તૈયારી પણ કરવામાંઆવે છે.પોલીસની ટીમ આ માટે અલગ કામ કરે છે. આવી ટીમો ફરિયાદ મળવા પર તરત એક્શન લેવામાં આવે છે. સાથે મહિલાઓમાં જાગૃતિ માટે ખાસ કેમ્પેઈન પણ ચલાવવામાં આવે છે. આ કાયદો જો તમને અજીબ લાગ્યો હોય તો તેમને વધુ એક અજીબોગરીબ કાયદાની માહિતી આપીએ. જેમાં લોકોને જોગિંગમાં જવાની અનુમતિ નથી. પૂર્વ આફ્રિકામાં આ કાયદો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે