Zombie Virus: વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!
ગ્લોબલ વોર્મિંગ કુદરતી આફતો ઉપરાંત અનેક પ્રકારની મહામારીને પણ આમંત્રણ આપી શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ભારે ફેરફાર આવી રહ્યા છે અને પ્રદૂષણના વધતા સ્તરના કારણે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. તેનાથી બરફથી ઢંકાયેલા પહાડ પીઘળી રહ્યા છે જેની નીચે અનેક વિષાણુ અને કીટાણુ જામેલા છે. એકવાર મુક્ત થયા બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ જીવનમાં આવશે અને કોરોનાવાયરસની જેમ દુનિયા ભરમાં ફેલાઈ શકે છે.
Trending Photos
Zombie Virus found in Russia: રશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વૈજ્ઞાનિકોએ એક અત્યંત ખતરનાક ઝોમ્બી વાયરસને ફરીથી જીવિત કરી નાખ્યો છે. ધ સ્ટેટ્સમેન ન્યૂઝ સર્વિસના એક રિપોર્ટ મુજબ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં જામી ગયેલી ઝીલ નીચે દબાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને ફરીથી જીવિત કરી નાખ્યો છે. વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપેલી છે કે ક્લાઈમેટ ચેન્જ એવા અનેક ઝોમ્બી વાયરસને જન્મ આપી શકે છે જે લાંબા સમયથી બરફમાં દટાયેલા છે.
અત્રે જણાવવાનું કે ઝોમ્બી વાયરસ એ એવા વાયરસ હોય છે જે બરફમાં જામેલા હોય છે. ડીપ ફ્રિજમાં રહેતા આ ઝોમ્બી વાયરસ હાઈબરનેશન જેવા હોય છે જે ખુબ જ ઓછા તાપમાનના કારણે તેમને નિષ્ક્રિય કરી નાખે છે. જેવો બરફ પીઘળે અને તાપમાન વધે કે આ વર્ષોથી બરફમાં દટાયેલા વાયરસ જીવિત થઈ જાય છે. ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ, કે જેમને રશિયામાં એક જામેલી ઝીલ (તળાવ) નીચે વાયરસ દટાયેલા મળી આવ્યા છે તેમણે કહ્યું કે આ વાયરસ 48,500 વર્ષ જૂના છે અને તેમા અન્ય જાનવરો અને એટલે સુધી કે મનુષ્યોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા છે. તેમણે વાયરસને પેન્ડોરા વાયરસ નામ આપ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ કુદરતી આફતો ઉપરાંત અનેક પ્રકારની મહામારીને પણ આમંત્રણ આપી શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ભારે ફેરફાર આવી રહ્યા છે અને પ્રદૂષણના વધતા સ્તરના કારણે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. તેનાથી બરફથી ઢંકાયેલા પહાડ પીઘળી રહ્યા છે જેની નીચે અનેક વિષાણુ અને કીટાણુ જામેલા છે. એકવાર મુક્ત થયા બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ જીવનમાં આવશે અને કોરોનાવાયરસની જેમ દુનિયા ભરમાં ફેલાઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ લગભગ બે ડઝન પ્રાચીન વિષાણુઓને પુર્નજીવિત કર્યા છે, જેમાંથી અનેક સૌથી જૂના અને ખુબ ખતરનાક છે. હજારો સદીઓ સુધી જામેલા હોવા છતાં વાયરસ સંક્રમિક બની રહે છે. 48,500થી વધુ વર્ષથી એક જ તળાવ નીચે જામેલા વાયરસ સહિત આ વિષાણુઓને પુર્નજીવિત કરનારા રિસર્ચર્સના જણાવ્યાં મુજબ રશિયાના સાઈબેરિયા વિસ્તારમાં બર્મા ફ્રોસ્ટથી ભેગા કરાયેલા પ્રાચીન નમૂનાઓની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ 13 નવા રોગને ઉત્પન્ન કરી શકે છે જેનો તોડ હાલ માનવ સમાજ પાસે નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે