Tata સહિત 4 પાવર સ્ટોક્સ પર નજર, આગામી સપ્તાહ માટે એક્સપર્ટે આપી સલાહ
બિકવાલીના માહોલમાં બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યોરિટીઝે બોરોસિલ રિન્યૂએબલના સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં ભારે બિકવાલી વચ્ચે આગામી સપ્તાહ માટે બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે પાવર સેક્ટરના 4 સ્ટોક્સને લઈને પોતાનો મત આપ્યો છે. આ ચાર સ્ટોક્સ છે- બોરોલિસ રિન્યૂએબલ, એનટીપીસી, ટાટા પાવર, જેએસડબ્લ્યૂ એનર્જી.
શું છે સિક્યોરિટીનો મત
એચડીએફસી સિક્યોરિટીઝે બોરોસિલ રિન્યૂએબલના સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે. કંપનીએ ટાર્ગેટ પ્રાઇઝ 704 રૂપિયા રાખી છે, જેમાં આશરે 9 ટકાનો વધારો છે. હાલ આ શેરનો ભાવ 1.59 ટકાના નુકસાન સાથે 638.30 રૂપિયા છે.
તો એનટીપીસીને બાય રેટિંગની સાથે 174 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેની વર્તમાનમાં કિંમત 155 રૂપિયા છે. તો ટાટા પાવરમાં ભાગીદારી ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય જેએસડબ્લ્યૂ એનર્જીને સેલ રેટિંગની પાસે પસંદ કરવામાં આવી છે. ટાટા પાવરની ટાર્ગેટ પ્રાઇઝ 0.9 ટકાના ઘટાડા સાથે 231 રૂપિયા છે.
આ સિવાય જેએસડબ્લ્યૂ એનર્જીને 51.5% નુકસાનની સાથે 160 રૂપિયા પર રાખવામાં આવ્યો છે. પાછલા શુક્રવારે ટાટા ટાવરના શેર 1.20 ટકાના નુકસાન સાથે 230.20 રૂપિયાના સ્તર પર રહ્યાં હતા. તો જેએસડબ્લ્યૂ એનર્જી 1.58 ટકાના વધારા સાથે 247.30 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે