વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશો

દેશના રાજકારણમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઘણું મહત્વ છે. જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપર પણ લોકોની નજર છે. આ સાથે આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર સટોડિયાઓની પણ નજર છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સુકતા વધી રહી છે. સમીકરણો પણ વારંવાર બદલાતા જોવા મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશો

દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને અનેક રાજ્યોમાં પેટાચૂંટણી થઈ રહી છે. દેશના રાજકારણમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઘણું મહત્વ છે. જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપર પણ લોકોની નજર છે. આ સાથે આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર સટોડિયાઓની પણ નજર છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સુકતા વધી રહી છે. સમીકરણો પણ વારંવાર બદલાતા જોવા મળી રહ્યા છે. આવામાં તેનો પ્રભાવ સટ્ટા બજાર ઉપર પણ જોવા મળે છે. 

દેશના અલગ અલગ ભાગોમાં ચૂંટણી અને પેટાચૂંટણી દરમિયાન સટ્ટો રમાતો હોય છે. આવામાં રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજારનું નામ ચૂંટણીમાં જીત અને હારનું આકલન કરવા અંગે ઘણું મહત્વનું ગણાય છે. કારણ કે તે અનેક ચૂંટણીમાં પોતાના આકલનને લઈને ખરું ઉતર્યું છે. જો કે કેટલાક અપવાદ પણ જોવા મળ્યા છે જે હાલમાં બે વખત જોવા મળ્યા. 

ફલૌદી સટ્ટા બજાર
ગત ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલા ફલૌદી સટ્ટા બજાર પર નકેલ કસવા માટે પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. જો કે તેનો વિરોધ પણ થયો. કારણ કે  ફલૌદીમાં ચૂંટણી સહિત અન્ય અનેક ચીજોનું આકલન સેંકડો વર્ષોથી થાય છે. ત્યારબાદ અહીં એવું પણ કહેવાયું કે અહીં સટ્ટા બજાર નહીં પરંતુ ફક્ત આકલન થાય છે. ત્યારબાદથી ફલૌદી સટ્ટા બજાર હવે ઘણું સતર્ક થઈ ગયું છે અને હવે કોઈ પણ સટ્ટો ખુબ જ સમજી વિચારીને રમે છે અને ભવિષ્યવાણી કરે છે. 

મહારાષ્ટ્ર અને ઝારખંડ પર શું કહે છે ફલૌદીનું આકલન
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે મહારાષ્ટ્રમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ફલૌદી સટ્ટા બજારનું આકલન છે કે મહારાષ્ટ્રમાં 288 સીટોની ચૂંટણી પર 144થી 152 સીટો ગઠબંધન સાથે લઈને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે છે. જ્યારે ઝારખંડમાં બાંગ્લાદેશી મુદ્દો સક્રિય રહ્યો તો ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ સરકાર બનાવી શકે છે. જેમાં કુલ 81 સીટોમાં 48થી 50 સીટો પર ભાજપ પોતાનો કબજો જમાવી શકે છે. બાકીની સીટો અન્યના ફાળે જવાનું અનુમાન છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. ખબરનો હેતુ ફક્ત સટ્ટા બજારમાં ચાલી રહેલા ટ્રેન્ડ દર્શાવવાનો છે. આ દાવાઓનું સમર્થન ઝી 24 કલાક કરતું નથી. પરિણામ અલગ પણ હોઈ શકે છે. સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news