7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન
Trending Photos
જરા વિચારો, જ્યારે તમે 7 વર્ષના હતા તો શું કરતા હતા? સ્કૂલ જવુ, હોમવર્ક કરવું અને રમવું. થોડા મોટા થઇને શોખ બદલાઇ જતા હતા અને બાળકો TV જોવાનુંથી માંડીને આઉટડોર ગેમ પર ધ્યાન આપતા હતા. આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે Forbes ના અનુસાર સૌથી વધુ કમાણી કરનાર YouTube સ્ટાર છે. રેયાન નામનો આ ટેણિયાની Ryan Toys Review યૂટ્યૂબ ચેનલ છે. આ યૂટ્યૂબ ચેનલ વડે એક વર્ષમાં 22 મિલિયન ડોલર એટલે કે લગભગ 155 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રેયાનની આ YouTube ચેનલના 1.70 કરોડ છે સબ્સક્રાઇબર્સ
7 વર્ષના રેયાનના યૂટ્યૂબ ચેનલના સબ્સક્રાઇર્સની સંખ્યા 1.70 કરોડ છે. આ ચેનલ પર રેયાનને પોતાના રમકડાં સાથે રમતાં અને તેને અનબોક્સ કરતો બતાવવામાં આવ્યો છે. રેયાન આ બધા કામ કેમેરા સામે કરે છે. એક વ્યક્તિ તેનો વીડિયો શૂટ કરે છે અને YouTube પર અપલોડ કરે છે જેને તેના કરોડો ચાહકો જુએ છે. Forbes ના અનુસાર, પોતાની ચેનલના વ્યૂઝ અને તેના પર આવનાર જાહેરાતની મદદથી રેયાનની કમાણી થાય છે.
રેયાનની ક્યાં-ક્યાંથી થાય છે કમાણી
રેયાનની વધુ એક ચેનલ છે Ryan's Family Review. હવે તમે વિચારશો કે રેયાન આટલી કમાણી કેવી રીતે કરે છે તો Ryan Toys Review ચેનલ પર આવનાર પ્રી-રોલ જાહેરાતોથી તે 21 મિલિયન ડોલર (એટલે લગભગ 147 કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. સ્પાંસર્ડ જાહેરાતો દ્વારા તે 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયા કમાય છે. Forbes ના અનુસાર રેયાનનો સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં તેની ડિઝની ટોયઝ અને પાવ પેટ્રોલની સાથે રમનાર વીડિયો સામેલ છે. આ વીડિયોને 1 કરોડથી વધુ બાળકો જોઇ ચૂક્યા છે. Forbes ની યાદી અનુસાર YouTube વડે સૌથી વધુ કમાણી કરનારાઓમાં આ વર્ષે જેક પોલ, ડ્યૂડ પરફેક્ટ, ડેન ટીડીએમ અને જેફ્રી સ્ટાર સામેલ છે.
યૂટ્યૂબ પર સૌથી કરે છે સૌથી વધુ કમાણી
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર Ryan Toys Review ચેનલને 1 જૂન 2017 થી 1 જૂન 2018 દરમિયાન કુલ 22 મિલિયન ડોલર એટલે કે 1,54,89,10,000 ની કમાણી કરી છે. યૂટ્યૂબ સ્ટાર્સ જે સૌથી વધુ કમાણી કરે છે. આ લિસ્ટમાં રેયાલ પહેલા નંબર પર છે. જ્યારે આ પહેલાં તે આઠમા સ્થાન પર હતો. ગત વર્ષે આ ચેનલની કમાણી 11 મિલિયન એટલે કે 77,44,05,500 રૂપિયા હતી.
માતા-પિતા રમકડાં ખરીદતાં પહેલાં જૂએ છે રેયાનનો રિવ્યૂ
અત્રે ઉલ્લેખનીય છે કે રેયાન ફક્ત ચાર વર્ષનો હતો જ્યારે તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. તેના માતા-પિતાએ તેને પ્રેરિત કર્યો અને પછી પોતાની યૂટ્યૂબ-ચેનલ બનાવી. હવે આ ચેનલ ઘણા માતા-પિતાઓ દ્વારા પસંદ કરવામાં આવે છે જે પોતાના બાળકને કેવા પ્રકારના રમકડાં આપે તેને લઇને જાગૃત રહે છે. રમકડાં ખરીદતાં પહેલાં રેયાન રિવ્યૂઝ જોઇને નિર્ણય કરે છે જેમાં રેયાન રમકડાં વિશે જણાવે છે.
રમકડાંનો કરે છે રિવ્યૂ
રેયાન રમકડાંની સમક્ષા કરે છે જેને જોયા બાદ માતા-પિતા અંદાજો લગાવી શકે છે કે તેમના બાળકો માટે કેવા રમકડાં ખરીદવા યોગ્ય છે. રમકડાં ઉપરાંત રેયાન 6 વર્ષના બાળકો માટે ફૂડ આઇટમનો પણ રિવ્યૂ કરે છે. તે નવા-જૂના દરેક પ્રકારના રમકડાંનો રિવ્યૂ કરે છે. તે ઘણા પ્રકારની રોચક વસ્તુઓ પણ બનાવે છે અને પોતાની ચેનલ વડે શિખવાડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે