7th Pay Commission: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેન્શન ધારકોને થશે મોટો ફાયદો
7th Pay Commission અંતર્ગત કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ યોજના અંતર્ગત મૃતક પેન્શનરના જીવન સાથીને પેન્શન માટે નહીં ખાવા પડે ધક્કા
Trending Photos
નવી દિલ્હી: સેવા નિવૃત થઈ ચૂકેલા કેન્દ્રીય કર્મચારી અને તેમના પરિવારજનો માટે એક મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. હવે કર્મચારીઓ કે પરિવારજનોને પેન્શન શરૂ કરવા માટે આમ-તેમ ભટકવું નહીં પડે. કેન્દ્ર સરકારે તે તમામ બેંકોને નિર્દેશ કર્યો છે જે પેન્શનની ફાળવણી કરે છે. તેમણે નિર્દેશ જાહેર કરતા જણાવ્યું છે કે, કોરોનાની મહામારીના કારણે પેન્શનરોને ઝડપથી પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે એને તે પણ ધ્યાન રાખવા કહ્યું છે કે, કે પેન્શન મેળવનાર પેન્શન ધારકને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે.
બેંક પેન્શન ધારકના પરિવારજનોને ના કરે હેરાન
ભારત સરકારે પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગને એક નોટિસ જાહેર કરી છે. નોટિસમાં જણાવ્યું છે કે, ઘણા એવા કિસ્સા છે જેમાં પેન્શન ધારકોના મૃત્યુ પછી તેમના પર આધાર રાખતા પરિવારજનોને પેન્શન મેળવવામાં બેંકોના ધક્કા ખાવા પડે છે.
વિભાગે વધુમાં જણાવ્યું કે, પેન્શન આપવાવાળી દરેક બેંકે પણ ખાત્રી કરે કે પેન્શનની પ્રક્રિયા ઝડપી બને. વિભાગે તેની નોટિસમાં તેના દસ્તાવેજોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ દસ્તાવેજો સબમિટ કરી પેન્શનરનો સાથી પેન્શનનો લાભ લઈ શકે છે. હવે મૃતક પેન્શન ધારકના મૃત્યુનું પ્રમાણપત્ર સબમિટ કરીને જીવન સાથી પેન્શન લઇ શકે છે.
જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર
- પરિવાર પેન્શન શરૂ કરવા માટે એક સાધારાણ પત્ર/ આવેદનપત્ર
- પેન્શન લેનારનું મૃત્યુ થઈ ગયા પછી મૃતક પર આસરો રાખનાર જીવન સાથીને મૃત્યુ પામનારનું મૃત્યુનું પ્રમાણપત્ર આપવું પડશે
- આવેદકનો જન્મનો દાખલો
આ પણ વાંચો:- જેઠાલાલના જીવનમાં આવી હતી બીજી સ્ત્રી, બાપુજી પણ મેળવવા માંગતા હતા દયાથી છૂટકારો
આ પ્રકારના નિયમથી પેન્શન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના જીવન સાથીને તરત જ પેન્શન શરૂ થઈ જશે. કોરોના કાળમાં સાથી પેન્શન ધારકને વધારે મુશ્કેલી ના પડે તે માટે કેન્દ્ર સરકારે આ પ્રમાણેનો બેન્કોને નિર્દેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે